એસ્સાર સ્ટીલ કેસમાં સુપ્રીમ કોર્ટે આર્સેલરમિતલને પેમેન્ટ કરતા અટકાવ્યા

Date:2019-04-13 15:06:54

Published By:Jay

નવી દિલ્હીઃ એસ્સાર સ્ટીલના દેવાળિયા કેસમાં સુપ્રીમ કોર્ટેના ચૂકદાથી એક નવો વળાંક આવ્યો છે. સુપ્રીમ કોર્ટે આર્સેલરમિતલને 42,000 કરોડ રૂપિયાના પેમેન્ટ કરવાથી રોકતા શુક્રવારે યથાસ્થિતિ બનાવી રાખવાનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે નેશનલ કંપની લો ટ્રીબ્યુનલ(NCALT)ને આ કેસ સાથેે જોડાયેલી અરજીઓ પર ઝડપથી નિર્ણય લેવા માટે કહ્યું છે.

એસ્સાર સ્ટીલ માટે આર્સેલરમિતલની બોલીને એનસીએલએટીની મંજૂરી મળવાથી લેન્ડર્સને મોટી રાહત મળી હતી. એનસીએલએટીએ વિશ્વની સૌથી મોટી સ્ટીલ કંપની આર્સેલરમિતલની 42 હજાર કરોડ રૂપિયાની બોલીને મંજૂરી આપી હતી.

એનસીએલએટીએ કહ્યું હતું કે તે એલએન મિતલની કંપનીને 23 એપ્રિલની અગામી સુનાવણી દરમિયાન એસ્સાર સ્ટીલના અધિગ્રહણ માટે 42,000 કરોડ રૂપિયા એક અલગ ખાતામાં જમા કરાવવાનો આદેશ આપી શકે છે. ટ્રિબ્યુનલે આર્સેલરમિતલને એક એફીડેવિટ કરવા પણ જણાવ્યું હતું. જેમાં દેવામાં ડૂબેલી એસ્સાર સ્ટીલની સમાધાન યોજનાની અમલવારી માટે કયું પગલું લેવામાં આવશે તે બાબતનો વિગતે ઉલ્લેખ હોય.

 

 

Cricket Score

WhatsApp Registraltion

Close