ઝારખંડમાં CRPFના સ્પેશ્યલ ઓપરેશનમાં ત્રણ નક્સલીઓ ઠાર

Date:2019-04-15 11:51:21

Published By:Jay

રાંચીઃ ઝારખંડના ગિરીડીહમાં બેલવા ઘાટ જંગલ વિસ્તારમાં સોમવારે 7 બટાલિયન સીઆરપીએફના જવાનોએ સ્પેશ્યલ ઓપરેશનમાં ત્રણ નક્સલીઓને ઠાર માર્યા છે. ઠાર મરાયેલા નકસ્લીઓ પાસેથી એક AK-47 રાઈફલ, 3 મેગઝિન અને 4 પાઈપ બોમ્બ મળી આવ્યા છે. સીઆરપીએફના એન્કાઉન્ટરમાં 3 નક્સલીઓને ઠાર કરવામાં જવાનોને સફળતા મળી હતી. જો કે આ એન્કાઉન્ટરમાં સીઆરપીએફના એક જવાન પણ શહીદ થયા છે. 

 અધિકારીઓએ જણાવ્યું કે, સુરક્ષા બળ અને નક્સલીઓ વચ્ચે બેલવા ઘાટ વિસ્તારના જંગલોમાં સવારે આશરે 6 વાગે અથડામણ થઈ હતી, ત્યારે સીઆરપીએફની 7 બટાલિયન સર્ચ ઓપરેશન કરી રહી હતી. 

આ વિસ્તાર પાટનગર રાંચીથી આશરે 185 કિમી દૂર છે. અધિકારીઓએ જણાવ્યું કે અત્યાર સુધી એન્કાઉન્ટર સ્થળેથી ત્રણ નક્સલીઓની લાશ કબ્જે કરવામાં આવી છે. જેમની પાસે AK-47 , ત્રણ મેગઝિન અને ચાર પાઈપ બોમ્બ મળી આવ્યા છે. સીઆરપીએફના જવાનો એન્કાઉન્ટર સ્થળે તપાસ કરી રહ્યા છે. 

 

Cricket Score

WhatsApp Registraltion

Close