'ચોકીદાર ચોર છે' પર ફસાયા રાહુલ ગાંધી, સુપ્રીમ કોર્ટે કહ્યું- જવાબ આપો

Date:2019-04-15 13:13:05

Published By:Jay

નવી દિલ્હી: રાફેલ મામલે વડાપ્રધાન મોદી પર હુમલો કરનાર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની મુશ્કેલી વધવાની શક્યતા છે. 'ચોકીદાર ચોર છે' ના નિવેદન પર સુપ્રીમ કોર્ટે કોંગ્રેસ અધ્યક્ષને નોટિસ પાઠવી છે. રાહુલ ગાંધી સામે કોર્ટની અવગણના કરવા માટે આ નોટિસ જાહેર કરવામાં આવી છે. આ કેસની આગામી સુનાવણી 23 એપ્રિલે થવાની છે. ત્યાં સુધી રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટને જવાબ આપવો પડશે. નોંધનીય છે કે, બીજેપી નેતા મીનાક્ષી લેખીએ સુપ્રીમ કોર્ટમાં રાહુલ ગાંધી વિરુદ્ધ અરજી દાખલ કરી હતી.

સોમવારે આ મામલે સુનાવણી કરવામાં આવી હતી. આ દરમિયાન ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ સ્વીકાર્યું કે, અમે આવું કોઈ નિવેદન આપ્યું નથી. અમે આ મામલે ખુલાસો માંગીશું. કોર્ટે કહ્યું કે, અમે તે સ્પષ્ટ કરવા માગીએ છીએ કે જે પણ વિચાર કોર્ટ વિશે મીડિયામાં કહેવામાં આવ્યા છે તે સંપૂર્ણ રીતે ખોટા છે. આ મામલે અમે સંપૂર્ણપણે ખુલાસો માંગીએ ચીએ. અમને આશા છે કે રાહુલ ગાંધી આ વિશે ખુલાસો કરશે.

 

Cricket Score

WhatsApp Registraltion

Close