ભાજપના સાંસદની સભામાં કોઈ ન આવતા સાંસદ ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યા

Date:2019-04-15 13:56:51

Published By:Jay

ઉત્તર પ્રદેશ-જ્યાંથી પ્રધાનમંત્રી બનવાનો રસ્તો સાફ દેખાય છે તે ઉત્તર પ્રદેશ. જેને નેતાઓનો ગઢ ગણવામાં આવે છે. અગણિત રાજકીય નેતાઓએ કેન્દ્રનું નેતૃત્વ કર્યું હોય તેવા ઉતર પ્રદેશનો ભારતીય રાજનીતિમાં મોટો ફાળો છે. આ ઉત્તર પ્રદેશની બેઠક એટલે આઝમગઢ. આઝમગઢમાં લાલગંજ લોકસભા સીટ આવેલી છે. લાલગંજથી ભાજપના સાંસદ નીલમ સોનકર છે. અને હાલ તેમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો જ વાયરલ થઈ રહ્યો છે. માનતા હશો કે કોઈ વિવાદિત નિવેદન આપ્યું હશે, તો બિલ્કુલ નહીં. તેમણે વિવાદિત નિવેદન નથી આપ્યું. કોઈ હતું જ નહીં તો વિવાદિત નિવેદન ક્યાંથી આપી શકે ? બોલવાની એક પણ તક ન મળી તો વિવાદિત નિવેદન આપવાની વાત જ ક્યાં આવી ?

સાંસદ નીલમ સોનકર લાલગંજમાં એક જનસભાને સંબોધિત કરવા માટે આવ્યા હતા. ત્યાં જોયું તો સાંસદ હક્કા બક્કા રહી ગયા, કારણ કે અગણિત ખુર્શીઓ હતી, પણ ખુરશીમાં બેસનારા કોઈ નહોતા. ભારી માત્રામાં ખાલી ખુરશીઓ જોઈ સાંસદનું હ્રદય દ્રવી ઉઠ્યું અને તેઓ ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યા.

ભાજપના કાર્યકરોએ પણ ભીડ એકઠી કરવા માટે હતું એટલું જોર લગાવી દીધું હતું. નાશ્તો મુકવામાં આવ્યો, ગીત જશ્નનો રંગારંગ કાર્યક્રમ રાખવામાં આવ્યો. પણ આ સાંસદની સભામાં ચકલુ પણ ન ફરક્યું. રાજનીતિમાં સાંસદની લોકપ્રિયતા ભરેલી ખુરશીઓથી થાય છે, નેતા કેટલો બાહુબલી છે તેની ઓળખ ભરેલી ખુરશીઓથી થાય છે. પણ નીલમ બેન જ્યાં સભા સંબોધિત કરવા માટે આવ્યા તે ખુરશીઓ ખાલી ખમ હતી. આ જોઈ તેમનાથી પોક મુકાઈ ગઈ. આ ચૂંટણીની જ વાત કરવામાં આવે તો દિગ્ગજ નેતાઓ ભાષણ કરવા માટે જઈ રહ્યા છે પણ કોઈ આવવા તૈયાર નથી. ચૂંટણી તો જમવામાં મસાલો ન નાખ્યો હોય તેમ ફીકી ફીકી લાગી રહી છે. જે જુવાળ 2014માં જોવા મળ્યો હતો તેવો અત્યારે જોવા નથી મળી રહ્યો. અને ભાજપના જ સાંસદની ખુરશીઓ ખાલી હોય ત્યારે શું કહેવું ?

 

Cricket Score

WhatsApp Registraltion

Close