ક્રિકેટર જાડેજાના પિતા-બહેન કોંગ્રેસમાં જોડાયા

Date:2019-04-15 14:31:04

Published By:Jay

લોકસભાની ચૂંટણીને લીધે પક્ષપલટાની મોસમ ખીલી છે ત્યારે સેલિબ્રિટી ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પરિવારમાં પણ દેખીતું વિભાજન થઈ ચૂક્યું છે. જાડેજાના પત્ની રિવાબા અગાઉ ભાજપમાં જોડાયા બાદ ટિકિટની દાવેદારી કરી હતી. હવે જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ અને બહેન નયનાબા કૉંગ્રેસમાં જોડાતાં પરિવારનો આંતરિક વિખવાદ જાહેરમાં જોવા મળ્યો હતો.

રવિવારે જામનગર લોકસભા બેઠક પર પ્રચાર કરવા આવેલ હાર્દિક પટેલની કાલાવડ ખાતે યોજાયેલી સભામાં રવિન્દ્ર જાડેજાના પિતા અને બહેને કૉંગ્રેસનો ખેસ પહેર્યો હતો. એ સાથે, એક જ પરિવારમાં ભાજપ, કૉંગ્રેસ બંનેના ખેસ આવી જવાથી અંદરોઅંદર વિખવાદ ચાલતો હોવાની ચર્ચાને વેગ મળ્યો હતો.

અગાઉ રિવાબા ભાજપમાં જોડાયા અને જામનગર બેઠક માટે દાવેદારી નોંધાવી ત્યારે પ્રતિક્રિયા આપતા રવિન્દ્રના બહેન નયનાબાએ કહ્યુ કે, ''રિવાબાને તો તૈયાર ભાણુ મળ્યુ છે. અમારે તો મહેનત કરવી પડી છે.''

અગાઉ આ વિખવાદ અંગે અને રિવાબાની સંભવિત ઉમેદવારી અંગે નયનાબાએ જણાવ્યું હતું કે, “રિવાબા ઉમેદવારી કરે તો પણ હું મારા પક્ષને વફાદાર રહીશએ વખતે રિવાબાનો સંપર્ક સાધતાં તેમણે પારિવારિક બાબતો જાહેરમાં ચર્ચવાની ના પાડી દીધી હતી.

Cricket Score

WhatsApp Registraltion

Close