ભાજપના ઉમેદવાર મેનકા ગાંધીનું ફરી વિવાદિત નિવેદન

Date:2019-04-15 14:51:32

Published By:Jay

ઉત્તરપ્રદેશ-ઉત્તરપ્રદેશના સુલ્તાનપુરથી ભાજપના ઉમેદવાર મેનકા ગાંધીએ ફરી એક વખત વિવાદિત નિવેદન આપ્યું છે. સુલ્તાનપુરમાં એક રેલી દરમિયાન મેનકા ગાંધીએ કહ્યું કે જ્યાંથી વધુ વોટ મળશે ત્યાં વધુ કામ થશે. તેઓએ કહ્યું કે જે ગામમાંથી 80 ટકા વોટ મળશે તે A કેટેગરીમાં રહેશે. જે ગામમાંથી 60 ટકા વોટ મળશે તે B કેટેગરીમાં હશે. મેનકા ગાંધીએ વધુમાં કહ્યું કે જે ગામમાંથી 50 ટકાથી ઓછા વોટ મળશે તેનું શું થશે તે તો તમે સમજી જ ગયા હશો. આ પહેલાં પણ મેનકા ગાંધીને મુસલમાનો પર આપેલાં નિવેદનને કારણે ચૂંટણી પંચે નોટિસ આપી હતી.

Cricket Score

WhatsApp Registraltion

Close