લોકસભા ચુંટણી-ગુજરાતમાં કોંગ્રેસને આ 10 બેઠકો મળે એવી શક્યતા

Date:2019-04-15 14:56:36

Published By:Jay

અમરેલી, આણંદ, જુનાગઢ, સુરેન્દ્રનગર, સાબરકાંઠા, વલસાડ, પોરબંદર, મહેસાણા, ખેડા અને પાટણ મળીને 10 બેઠક એવી છે કે, જેના પર કોંગ્રેસની પકડ મજબૂત છે.  પર કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ટક્કર છે. 

ગુજરાતની જાસૂસી સંસ્થાનો અહેવાલ દર વખતની જેમ આ વખતે પણ ઈરાદાપૂર્વક લીક કરવામાં આવ્યો છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, લોકસભાની 26 બેઠકોમાંથી 8 બેઠકો એવી છે કે, જ્યાં કોંગ્રેસ ભાજપ કરતા આગળ ચાલી રહી છે. 10 બેઠકો એવી છે કે, જેના પર ભાજપની જીત નક્કી છે.

આમ ગુજરાતમાં કોંગ્રેસ મજબૂત થઈ છે. ગ્રામ્ય પ્રજામાં પાણી, દુષ્કાળ, બેકારી, અરાજકતા, વીજળી જેવી અનેક સમસ્યા છે. શહેરોમાં પણ બેકારી અને આર્થિક મંદીએ તબાહી સર્જી છે. ત્યારે ભાજપના નેતાઓથી ખાસ કરીને નરેન્દ્ર મોદી, અમિત શાહ અને વિજય રૂપાણીથી મતદાનો રૂઠેલા છે. તેઓ કોઈ પણ ભોગે મનમોહન સિંહની જેવી સારી અર્થવ્યવસ્થા ઈચ્છે છે. જે જેટલી, મોદી અને હસમુખ અઢીયાએ અત્યંત ખરાબ કરી મૂકી છે.

 

Cricket Score

WhatsApp Registraltion

Close