ભાજપના નેતાએ મર્યાદા નેવે મુકી, સ્ટેજ પરથી જ રાહુલ ગાંધીને ‘મા’ સામે ગાળ આપી દીધી

Date:2019-04-15 15:20:35

Published By:Jay

લોકસભાની ચૂંટણી માટે પ્રચાર કરી રહેલા રાજકીય નેતાઓ હવે ભાન ભૂલવામાં જરાય કચાચ નથી રાખતા. અત્યારે સમાજવાદી પક્ષના નેતા આઝમ ખાનનું નિવેદન હેડલાઇન્સમાં છે એવામાં બીજુ એક નિવેદન આવીને ઉભું રહી ગયું. હિમાચલ પ્રદેશ ભાજપના અધ્યક્ષ સતપાલ સિંહ સત્તીએ કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી વિરુદ્ધ દ્વેષયુક્ત ભાષણનો ઉપયોગ કરીને તેમની માતાને ગાળ આપી હતી.

એક વિડીઓ વાયરલ છે કે જે 13 એપ્રિલનો છે. આ વિડીઓમાં સતપાલસિંહ સત્તી કહે છે કે તમે (રાહુલ ગાંધી) જાણતા નથી કે તમે શું બોલી રહ્યાં છો. તમે મંચ પરથી નરેન્દ્ર મોદીને ચોર કહી રહ્યા છો કે ચોકીદાર ચોર છે.

ભાજપના નેતાએ આગળ કહ્યું કે ભાઈ, તારી માને જામીન મળ્યાં છે, તને જામીન મળ્યાં છે, તારા જીજાને જામીન મળ્યાં છે. તમારુ આખું ટબ્બર જ જમાનત પર છે. ભાઈ તું કોણ હોય શકે કે જે એક જજની જેમ ચોર કહી શકે.

આ સમય દરમિયાન તેમણે ઉલ્લેખ કર્યો છે કે મેં એક ફેસબુક પર એક વ્યક્તિને લખ્યું કે જે હું મંચ પરથી નથી કહી શકતો. અમે તેના (રાહુલ) વિશે વાત કરી શકતા નથી. કારણ કે તે પક્ષના નેતા

 

Cricket Score

WhatsApp Registraltion

Close