આઈસીસી વર્લ્ડ કપ માટે ઇન્ડિયન ટીમની જાહેરાત

Date:2019-04-15 17:10:39

Published By:Jay

નવી દિલ્હી-વર્લ્ડ માટે ટીમ ઈન્ડિયાની પસંદગી સમિતિના પ્રમુખ એમએસકે પ્રસાદે જણાવ્યું કે કેપ્ટ તરીકે વિરાટ કોહલીને પસંદ કરવામાં આવ્યો છે. રોહિત શર્માને વાઇસ કેપ્ટનની જવાબદારી સોંપવામાં આવી છે. ટીમમાં પાંચ બેટ્સેમન, બે વિકેટકીપર-બેટ્સમેન, ત્રણ સ્પિનર, બે સીમ ઓલરાઉન્ડર અને ત્રણ ફાસ્ટ બોલર છે. સિલેક્ટર્સે રિષભ પંત અને અંબાતી રાયડૂ પર પસંદગી ઉતારી નથી.

ઈંગ્લેન્ડમાં 30 મેથી 14 જુલાઈ દરમિયાન યોજાનારા ક્રિકેટના મહાકુંભ આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2019 માટે બીસીસીઆઈએ ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે, ટીમ ઈન્ડિયાના 15 સભ્યોમાં ત્રણ ગુજરાતીઓને સ્થાન મળ્યું છે. રવિન્દ્ર જાડેજા, હાર્દિક પંડ્યા અને જસપ્રીત બુમરાહનો સમાવેશ થાય છે.

1. કેપ્ટનની જવાબદારી વિરાટ કોહલીના ખભે રહેશે. વિરાટની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાએ છેલ્લી પાંચમાંથી 4 સીરીઝમાં જીત મેળવી છે. .

 

2. 'હિટમેન' રોહિત શર્મા હાલમાં દુનિયાનો સૌથી ખતરનાક ઓપનર છે. વનડેમાં ત્રણ ટ્રીપલ સદી ફટકારનારો રોહિત દુનિયાનો એકમાત્ર પ્લેયર છે. આ તેનો બીજો વર્લ્ડ કપ હશે.

 

3. મોહાલી વનડેમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 143 રનોની ઇનિંગ રમીને શિખર ધવન ફરી ફોર્મમાં આવી ગયો છે. ધવનનો પણ આ બીજો વર્લ્ડ કપ હશે. આ વખતે વર્લ્ડ કપ ઈંગ્લેન્ડમાં યોજાવાનો છે. અહીંના મેદાન પર ધવને ધમાલ મચાવેલી છે. આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ધવને બે વાર રનોનો ઢગલો કરી દીધો છે. ઈંગ્લેન્ડમાં તેની સરેરાશ 65.06ની છે. આ દરમિયાન તેણે 976 રન કર્યા છે. છેલ્લા 10 વર્ષમાં કોઈ પણ વિદેશી બેટ્સમેને ઈંગ્લેન્ડમાં આટલા બધા રન નથી કર્યા.

 

4. ધોની આ વખતે વર્લ્ડ કપનો સૌથી અનુભવી પ્લેયર હશે. ધોની અત્યાર સુધી ત્રણ વર્લ્ડ કપ રમી ચૂક્યો છે. વિરાટ કોહલીને પણ કેપ્ટન્સીના મોરચે ધોનીની ખાસ જરૂર પડશે.

 

5. પહેલીવાર કેદાર જાધવને વર્લ્ડ કપમાં રમવાની તક મળી છે. 6 નંબર પર તે સારો વિકલ્પ છે. આ નંબર પણ તેણે અત્યાર સુધી 54ની સરેરાઈથી 810 રન કર્યા છે. આ ઉપરાંત તે બોલિંગમાં પણ કમાલ બતાવી રહ્યો છે.

 

6. વિજય શંકર ખૂબ જ ઝડપથી ઓલરાઉન્ડર તરીકે ઊભરીને આવ્યો છે. માત્ર 9 મેચમાં જ જ તેણે બોલ અને બેટ બંનેમાં કમાલ બતાવ્યો છે. જેથી વર્લ્ડ કપમાં વિરાટે તેની પર વિશ્વાસ મૂક્યો છે.

 

7. હાર્દિક પંડ્યા ભલે ફિટનેસ મોરચે થોડો પરેશાન હોય પરંતુ વર્લ્ડ કપ ટીમમાં તેને સ્થાન મળી ચૂક્યું છે. હાર્દિક પંડ્યાની લાંબી સિક્સર વર્લ્ડ કપમાં કામ આવશે સાથે તેની બોલિંગની ધાર વધુ મજબૂત થઈ છે.

 

8. કેએલ રાહુલના નામ પર ક્રિકેટપ્રેમીઓ પર આશંકા હતી પરંતુ તેના ટિકાકારો ખોટા પડ્યા છે. વિરાટ કોહલીનો તે ફવરિટ છે. સાથોસાથ રાહુલ ઓપિનંગ અને મિડલ ઓર્ડર બંને સ્લોટમાં સારો વિકલ્પ સાબિત થશે.

 

9. કુલદીપ યાદવ હાલ દુનિયાનો નંબર વન સ્પિનર છે. વર્લ્ડ કપમાં તે કોહલીનું સૌથી મજબૂત હથિયાર સાબિત થશે.

 

10. કોહલીનો બીજો ફેવરિટ સ્પિનર છે યુજવેન્દ્ર ચહલ. ચહલ લિમિટેડ ઓવસ ફોર્મેટમાં સતત શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે જે વર્લ્ડ કપમાં પણ ટીમ ઈન્ડિયાને ફાયદો કરાવશે.

 

Cricket Score

WhatsApp Registraltion

Close