વિપક્ષ નેતા ધાનાણીને જીતાડવા રાહુલ ગાંધી મેદાને

Date:2019-04-15 17:30:56

Published By:Jay

મહુવા: લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે સૌરાષ્ટ્રમાં બંને પક્ષો પ્રચાર કરી રહ્યા છે. કોડીનારમાંઅમિત શાહની સભા યોજાઇ હતી. ત્યારે ભાવનગરના મહુવાના વિજપડી પાસે આસરાણા ચોકડી ખાતે રાહુલ ગાંધીની જનસભાનું આયોજન કરાયું છે. વિપક્ષ નેતા પરેશ ધાનાણીને જીતાડવા રાહુલ ગાંધી મેદાને ઉતર્યા છે. અમરેલી, જૂનાગઢ અને ભાવનગર બેઠક માટે જનસભાનું આયોજન કરાયું છે.

હાર્દિક પટેલે જય જવાન જય કિશાનના નારા સાથે સંબોધન કરતા જણાવ્યું હતું કે, આ વર્ષે ભાજપ-કોંગ્રેસ સામે સામ દામ દંડ અને ભેદની નીતિ અપનાવી રહી છે. થોડા સમય પહેલા મહુવામાં ખેડૂતો પર લાઠી વરસાવવામાં આવી હતી. અમરેલી, ભાવનગરના ઉમેદવારને મજબૂત બનાવવા અને સરકાર બનાવવામાં પ્રજાનો જોશ જોવા મળે છે. આવનારા દિવસો ખેડૂત, યુવાન અને રોજગારી માટેના છે. ભાજપ સરકારનું સાશન છે છતાં હજુ સુધી ખેડૂતોને સિંચાઇનું પાણી મળતું નથી. જવાન શહીદ થાય તો તેના પરિવારને પૂરતું વળતર આપવાનું વચન કોંગ્રેસ સરકારે આપ્યું હતું. જો ભાજપ જીતશે તો આપણે ચૂંટણી કાર્ડ શોકેસમાં મુકવા પડશે, આ માણસ 2019 પછી ચૂંટણી દૂર કરવાના મૂડમાં છે. આપણે કોંગ્રેસના પંજાને મત આપવાની જરૂર છે. ગુજરાતના ખેડૂતો અને યુવાનોનું અપમાન મુખ્યમંત્રી રૂપાણીએ કર્યું છે. ભાજપને અહંકાર અને અભિમાન છે. 23 તારીખે આપણે સૌરાષ્ટ્રની મોટાભાગની બેઠક પર કોંગ્રેસને જીતાડવાની છે.

 

Cricket Score

WhatsApp Registraltion

Close