રાહુલના આરોપ પર રિલાયન્સનો પલટવાર, કહ્યું- UPA સરકારમાં મળ્યા હતા 1 લાખ કરોડના કોન્ટ્રાક્ટ

Date:2019-05-06 15:04:36

Published By:Jay

નવી દિલ્હી-રિલાયન્સ સમૂહે પોતાના પ્રમુખ અનિલ અંબાણીને રાજનીતિક સાઠગાંઠથી કામ કરનાર ઉદ્યોગપતિ બતાવનાર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના નિવેદનને ફગાવી પલટવાર કર્યો છે. રિલાયન્સે રવિવારે કહ્યું કે, મનમોહન સરકાર દરમિયાન પણ ગ્રુપને એક લાખ કરોડ રૂપિયાથી વધારે કોન્ટ્રાક્ટ મળ્યા હતા. રિલાયન્સે પૂછ્યુ કે શું તે સમયે કોંગ્રેસ સરકાર ક્રોની કેપિટલિસ્ટો અને ભ્રષ્ટ વ્યાપારીઓની મદદ કરી રહી હતી?

સમૂહે કહ્યું કે રાહુલ તેમના વિરુદ્ધ પોતાના દુષ્પ્રચાર અને દુર્ભાવના પ્રેરિત જુઠ્ઠાણું ફેલાવી રહી છે. અહીં જણાવીએ કે રાફેલ ડિલને લઇને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સતત મોદી સરકાર પર અનિલ અંબાણીને ફાયદો પહોંચાડવાનો આરોપ લગાવતા રહ્યા છે. એમણે હાલમાં જ અનિલ અંબાણીને ક્રોની કેપિટલીસ્ટ અને ભ્રષ્ટ બતાવ્યા હતા. રિલાયન્સે કહ્યું કે અમારા ચેરમેન પર ક્રોની કેપિટલીસ્ટ અને ભ્રષ્ટ બિઝનેસમેન હોવાનો આરોપ ખોટો છે.

રિલાયન્સ સમૂહની તરફથી નિવેદનમાં કહેવામાં આવ્યું કે, રાહુલ ગાંધી અમારા સમૂહના ચેરમેન અનિલ અંબાણી પર ક્રોની કેપિટલીસ્ટ થવાનો અને ભ્રષ્ટ હોવાનો આરોપ લગાવ્યો છે. એ તમામ નિશ્ચિતપણે અસત્ય નિવેદન છે. 

 

Cricket Score

WhatsApp Registraltion

Close