પાકિસ્તાને રમઝાન પહેલા કર્યો સીઝફાયરનો ભંગ, 6 જવાન ઇજાગ્રસ્ત

Date:2019-05-06 15:07:37

Published By:Jay

રમજાન મહિનાની શરૂઆત થાય તે પહેલા જ પાકિસ્તાનની અવળચંડાઈ સામે આવી છે. પાકિસ્તાને આજે ફરી એકવાર સીઝફાયરનો ભંગ કર્યો છે. પાકિસ્તાને કરેલા ફાયરિંગનો ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો છે. પાકિસ્તાને પૂંછ જિલ્લાના ડીગવાર સેક્ટરમાં ફાયરિંગ કરતા એક કર્નલ સહિત છ જવાન ઈજાગ્રસ્ત થયા છે.

તો ઈજાગ્રસ્ત જવાનાનો સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સુરક્ષાબળના જવાનોએ પણ પાકિસ્તાનને તેની જ ભાષામાં જવાબ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે, બાલાકોટ એરસ્ટ્રાઈક બાદ પાકિસ્તાન દ્વારા સતત સીઝફાયરનો ભંગ કરવામાં આવી રહ્યુ છે.

ઉલ્લેખનીય છે કે જમ્મૂ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ થોડા દિવસો અગાઉ કેન્દ્ર સરકારને રમઝાન દરમિયાન રાજ્યમાં સર્ચ ઓપરેશન રોકવાની અપીલ કરી હતી. તેમણે શનિવારે કહ્યું કે રમઝાન શરૂ થવાનું છે. આ દરમિયાન લોકો દિવસ રાત ઇબાદત કરે છે. ત્યારે મહેબૂબા મુફ્તીની અપીલના એક દિવસ બાદ જ પાકિસ્તાન દ્વારા સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે.


Cricket Score

WhatsApp Registraltion

Close