5મી વાર IPL ફાઈનલમાં પહોંચ્યું મુંબઈ, ધોની પર હંમેશા ભારી પડ્યા કેપ્ટન રોહિત

Date:2019-05-08 13:39:34

Published By:Jay

મંગળવારે મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે ક્વૉલિફાયર મેચ રમાઈ હતી. જેમાં ચેન્નઈને હરાવી મુંબઈ ઈન્ડિયન્સે 12 ફાઈનલની ટિકિટ પાકી કરી લીધી છે. મુંબઈ ઈન્ડિયન્સ 12 મેના રોજ 5મી વાર આઈપીએલના ફાઈનલ મુકાબલામાં બે-બે હાથ કરવા ઉતરશે. અગાઉ મુંબઈ ઈન્ડિયન્સ 2010, 2013, 2015 અને 2017માં ફાઈનલ સુધીની સફર ખેડી ચૂકી છે. જેમાંથી 2010માં આઈપીએલ ફાઈનલ છોડીને બાકીના ત્રણેય મેચમાં મુંબઈ ખિતાબ જીતી ચૂક્યું છે. મંગળવારે રમાયેલ ક્વૉલીફાયર મુકાબલામાં ટૉસ જીતી બેટિંગ કરવા ઉતરેલ ચેન્નઈની ટીમને મુંબઈએ 4 વિકેટ પર 131 રન પર જ અટકાવી દીધી હતી અને બાદમાં 18.3 ઓવરમાં 4 વિકેટ ગુમાવી મુંબઈએ ફાઈનલની ટિકિટ પાક્કી કરી લીધી હતી. 

ચેન્નઈમાં રમાયેલ આઈપીએલ મુકાબલામાં મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માની ચેન્નઈ વિરુદ્ધ રણનીતિ 100 ટકા સાચી સાબિત થઈ છે. આંકડા આ હકીકત જાહેર કરે છે. જણાવી દઈએ કે રોહિત શર્માએ ચેન્નઈ વિરુદ્ધ તેમના ઘરે કુલ 7 મેચમાં કપ્તાની કરી છે અને તમામ 7 મેચમાં મુંબઈને જીત હાંસલ થઈ છે. 

ચેન્નઈ સ્થિત ચેપક સ્ટેડિયમના નામથી મશહૂર એમએસ ચિદમ્બરમ સ્ટેડિયમમાં મુંબઈ વિરુદ્ધ ચેન્નઈએ અત્યાર સુધી જીતનું ખાતું નથી ખોલ્યું. બંને ટીમ વચ્ચે આ સ્ટેડિયમમાં રમાયેલ કુલ 6 મેચમાંથી તમામમાં મુંબઈએ ચેન્નઈને હરાવી છે. હવે જોવાનું એ રહેશે કે ચેપકમાં મુંબઈ વિરુદ્ધ ચેન્નઈ ક્યારે જીતના શ્રીગણેશાય કરશે. 

 

Cricket Score

WhatsApp Registraltion

Close