કોંગ્રેસે ૨૧ લાખ ખેડૂતોની દેવા માફીના દસ્તાવેજ શિવરાજસિંહના ઘરે પહોંચાડયા

Date:2019-05-08 15:07:52

Published By:Jay

મધ્ય પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી વખતે ખેડૂતોની લોન માત્ર ૧૦ દિવસમાં માફ  કરવામાં આવશે એવું વચન આપીને કોંગ્રેસે ગાદી કબજે કરી છે પણ હવે લોનમાફીનો મુદ્દે રાજકીય ઘમસાણ સર્જાયું છે. કોંગ્રેસે લોન માફીના નામે ૧૫ વર્ષથી સત્તામાં રહેલી  ભાજપની શિવરાજ સિંહ ચૌહાણની સરકારને હટાવી દીધી હતી, પણ  કમલનાથ સરકારની લોન માફીની જાહેરાતોના દાવાને ભાજપે ખોટા ઠરાવ્યા છે અને લોનમાફીના નામે  ખેડૂતો સાથે ઠગાઈ કરવામાં આવી હોવાનો આરોપ લગાવ્યો છે. ૪૮,૦૦૦ કરોડ રૂપિયાની લોન માફી સામે માત્ર ૧૩૦૦ કરોડ રૂપિયાની ફાળવણી સામે પણ ભાજપે સવાલ ઉઠાવ્યા છે.

મુખ્ય પ્રધાન કમલનાથે કહ્યું હતું કે શિવરાજ સિંહ ચૌહાણને કમ્પ્યૂટર જોતાં આવડતું નથી. તેઓ ખેડૂતોની લોન માફી માટે જે કંઈ બોલે છે એ ખોટી વાતો છે. લોન માફીની વિગતો અમે આપી દીધી છે. હું ખૂબ મોડે બોલું છું, ઓછું બોલું છું પણ ખોટું બોલતો નથી. ૪૮,૦૦૦ કરોડ રૂપિયાની લોનમાફીની વાત છે. અમે ૧૩૦૦ કરોડ ફાળવ્યા છે. વળી માર્ચ મહિનામાં પણ ૫૦૦૦ કરોડ રૂપિયાની ફાળવણી કરી છે, જોકે ચૂંટણીની આચારસંહિતા લાગુ હોવાથી અમે આની જાહેરાત કરી શક્યા નથી.

કોંગ્રેસી  નેતાઓ ૨૧ લાખ ખેડૂતોનું લિસ્ટ મૂકી ગયા એ પછી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું હતું કે મુખ્ય પ્રધાન કમલનાથે મને કૃષિ  વિભાગે તૈયાર કરેલી ખેડૂતોની યાદી મોકલી છે. માત્ર સૂચિ તૈયાર કરવાથી લોન માફ થવાની નથી. મને તો  બેન્કની યાદી આપો કારણ કે બેન્કો લોન માફ કરવાની છે. માત્ર  માહોલ બગાડવાથી અને ખેડૂતોને ભ્રમિત કરવાથી કંઈ થવાનું  નથી. ૪૮,૦૦૦  કરોડ રૂપિયાના દેવાં માફ કરવાની વાત હતી.

       

       

Cricket Score

WhatsApp Registraltion

Close