રાશિદના શાનદાર સ્પેલ છતાં હૈદરાબાદ 2 વિકેટે હાર્યું

Date:2019-05-09 10:41:16

Published By:Jay

દિલ્હી કેપિટલ્સને મેચ જીતવા 18 બોલમાં 44 રનની જરૂર હતી. ઋષભ પંત 22 રને અને એસ રધરફોર્ડ 8 રને બેટિંગ કરી રહ્યા હતા. ખલીલ અહેમદે 2 ઓવરમાં 17 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. પરંતુ તેની ઓવર્સ પૂરી કરવાની જગ્યાએ કેપ્ટન કેન વિલિયમ્સને બેસિલ થામ્પીને બોલિંગ કરવા બોલાવ્યો હતો. ફોર, સિક્સ, ફોર અને સિક્સ. ઋષભ પંતે સ્ટાઇલથી થામ્પીએ નાખેલા પહેલા 4 બોલમાં મેચનું રૂપ બદલી નાખ્યું હતું અને ઓવરના અંતે દિલ્હીને 12 બોલમાં 12 રનની જરુર હતી. તેમણે તે ફોર્માલિટીને પૂરી કરતા 2 વિકેટે મેચ જીતવાની સાથે જ ઇન્ડિયન પ્રીમિયર લીગ 2019ની ક્વોલિફાયર-2માં જગ્યા બનાવી લીધી છે. દિલ્હીએ પહેલી વાર આઇપીએલમાં નોકઆઉટ મેચ જીતી છે અને 10 મેના રોજ ફાઇનલમાં પહોંચવા માટે તે ચેન્નાઇ સુપરકિંગ્સ સામે મુકાબલો કરશે.

રનચેઝની શરૂઆતમાં પૃથ્વી શોએ ફિફટી ફટકારીને દિલ્હીને શાનદાર શરૂઆત અપાવી હતી. તેણે 38 બોલમાં 6 ચોક્કા અને 2 છગ્ગાની મદદથી 58 રન કર્યા હતા. જયારે ઋષભ પંતે 21 બોલમાં 5 છગ્ગા અને 2 ચોક્કાની સહિત 49 રન કર્યા હતા. દિલ્હીનો અન્ય કોઈ બેટ્સમેન 20 રનનો આંક વટાવી શક્યું ન હતું. હૈદરાબાદ માટે રશીદ ખાને 4 ઓવરમાં 1 મેડન સહિત 15 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. જયારે ખલીલ અહેમદ અને ભુવનેશ્વર કુમારે પણ 2-2 વિકેટ લીધી હતી.

163 રનનો પીછો કરતા દિલ્હી કેપિટલ્સે 15 ઓવરના અંતે 5 વિકેટ ગુમાવી 111 રન કર્યા છે. ઋષભ પંત 12 રને અને શેન રધરફોર્ડ 0 રને રમી રહ્યા છે. અક્ષર પટેલ રાશિદના લેગ સ્પિનને રિડ ન કરી શકતા, બોડી પરના બોલને કટ કરવા ગયો હતો અને સહાએ આસાન કેચ કરતા શૂન્ય રને પેવેલિયન ભેગો થયો હતો. તે પહેલા કોલીન મુનરો રાશિદ ખાનની બોલિંગમાં એલબીડબ્લ્યુ થયો હતો. તેણે 13 બોલમાં 14 રન કર્યા હતા.

પૃથ્વી શો ખલીલ અહેમદના ધીમા શોર્ટ બોલમાં માત્ર એજ મેળવતા પોઇન્ટ પર વિજય શંકરના હાથે કેચ આઉટ થયો હતો. પૃથ્વીએ 38 બોલમાં 56 રન કર્યા હતા. તે પહેલા શ્રેયસ ઐયર ખલીલ અહેમદની બોલિંગમાં બેટનું ફેસ ખોલવા જતા કીપર સહાના હાથે કેચ આઉટ થયો હતો. તેણે 10 બોલમાં 8 રન કર્યા હતા.

 

Cricket Score

WhatsApp Registraltion

Close