ચેન્નાઇ સુપરકિંગ્સ 8મી વાર આઇપીએલ ફાઇનલમાં પહોંચ્યું

Date:2019-05-11 11:07:23

Published By:Jay

નવી દિલ્હી-ઇન્ડિયન પ્રીમિયર લીગ 2019ની ક્વોલિફાયર-2માં દિલ્હી કેપિટલ્સને 6 વિકેટે હરાવીને ચેન્નાઇ સુપરકિંગ્સ 8મી વાર ફાઇનલમાં પહોંચ્યું છે. આ સાથે જ ચેન્નાઇ મુંબઈ પછી આઇપીએલમાં 100 મેચ જીતનાર બીજી ટીમ બની છે. 12મેના રોજ ચેન્નાઇ સુપરકિંગ્સ આઇપીએલ ફાઇનલમાં મુંબઈ ઇન્ડિયન્સ સામે ચોથી વાર ટકરાશે, આ પહેલાની 3માંથી 2 ફાઇનલ મુંબઈ જીતી ચૂક્યું છે.

148 રનનો પીછો કરતા ચેન્નાઇએ 6 બોલ બાકી રાખીને ટાર્ગેટ ચેઝ કર્યો હતો. બંને ઓપનર્સે ફિફટી ફટકારતા પ્રથમ વિકેટ માટે 10.2 ઓવરમાં 81 રન જોડ્યા હતા. બંને 50 રનના સ્કોરે આઉટ થયા હતા પરંતુ તે પહેલા તેમણે દિલ્હીને મેચની બહાર કરી દીધું હતું. દિલ્હી માટે અક્ષર પટેલ, અમિત મિશ્રા અને ટ્રેન્ટ બોલ્ટ 1-1 વિકેટ ઝડપી હતી.

MI વિરુદ્ધ CSK આઇપીએલ ફાઇનલ:

2010: CSK 22 રને મેચ જીત્યું

2013: MI 23 રને મેચ જીત્યું

2015: MI 41 રને મેચ જીત્યું

2011માં જયારે પ્લેઓફની શરૂઆત થઇ ત્યારથી લઈને અત્યાર સુધીમાં પોઈન્ટ્સ ટેબલમાં પ્રથમ અને બીજા સ્થાને રહેનાર ટીમ 9માંથી 7 સિઝનમાં ફાઇનલ રમી છે.

 

Cricket Score

WhatsApp Registraltion

Close