મુંબઈ ઇન્ડિયન્સ ચોથી વખત ચેમ્પિયન

Date:2019-05-13 10:09:46

Published By:Jay

ઇન્ડિયન પ્રીમિયર લીગ 2019ની ફાઇનલમાં હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમ ખાતે  ચેન્નાઈ સુપર કિંગ્સને 1 રને હરાવીને મુંબઈ ઇન્ડિયન્સ ચોથી વાર ચેમ્પિયન બન્યું છે. 150 રનનો પીછો કરતા ચેન્નાઇ સુપરકિંગ્સે 20 ઓવરના અંતે 7 વિકેટ ગુમાવીને 148 રન કર્યા હતા. મુંબઈ માટે મલીંગાએ છેલ્લી ઓવરમાં 9 રન ડિફેન્ડ કરીને તેમને વિજેતા બનાવ્યું હતું.

આ સાથે જ મુંબઈએ છેલ્લા 7 વર્ષમાં 4 ટાઇટલ પોતાના નામે કરી દીધા છે અને  આઈપીએલની સૌથી સફળ ટીમ બની ગઈ છે. આ પહેલા તે 2013, 2015 અને 2017માં ચેમ્પિયન બની હતી. મુંબઈની ટીમ 2017માં પણ રાઇઝિંગ પૂણે સુપરજાઇન્ટ્સ સામે 1 રને મેચ જીતી હતી.

150 રનનો પીછો કરતા ચેન્નાઇને 5 ઓવરમાં 62 રનની જરૂર હતી. ત્યારે લસિથ મલિંગાની 16મી ઓવરમાં 20 રન ફટકારીને વોટ્સન અને બ્રાવોની જોડીએ ચેન્નાઇ માટે રનરેટ સરળ કરી હતી. જોકે તે પછી બુમરાહે 17મી ઓવરમાં માત્ર 4 રન આપીને મેચને જીવંત રાખી હતી. 18 બોલમાં 38 રનની જરૂર અને મેચ કોઈ પણ બાજુ જઈ શકે તેમ હતી. ત્યારે વોટ્સને કૃણાલની 18મી ઓવરમાં 3 સિક્સ સહિત 20 રન લેતા ફરી એક વાર ધોનીની ટીમ બાજી મારી જશે તેમ જણાતું હતું. 12 બોલમાં 18 રનની જરૂર હતી અને રોહિત પોતાના સૌથી વિશ્વાસપાત્ર બોલર બુમરાહના હાથમાં બોલ આપ્યો હતો. તેણે પહેલા 5 બોલમાં માત્ર 5 રન આપ્યા હતા. જોકે છઠા બોલે ડી કોકે બાઈનો ચોક્કો આપતા ચેન્નાઇને અંતિમ ઓવરમાં 9 રનની જરૂર હતી. મલિંગાની ફાઇનલ ઓવરમાં શેન વોટ્સન 80 રને રનઆઉટ થતા મુંબઈએ રાહતનો શ્વાસ લીધો હતો. ચેન્નાઇને 1 બોલમાં 2 રનની જરૂર હતી ત્યારે મલિંગાએ પ્રેસરમાં શાર્દુલ ઠાકુરને એલબીડબ્લ્યુ આઉટ કરીને મુંબઈને મેચ અને ટુર્નામેન્ટ જીતાડી હતી.

150 રનનો પીછો કરતા ચેન્નાઇ સુપરકિંગ્સે 15 ઓવરના અંતે 4 વિકેટ ગુમાવી 88 રન કર્યા છે. શેન વોટ્સન 42 રને અને ડવેન બ્રાવો 5 રને રમી રહ્યા છે. વોટ્સને ફટકારેલા શોટમાં મિસફિલ્ડ પર બીજો રન લેવા જતા એમએસ ધોની રન આઉટ થયો છે. ઇશાન કિશને સીધો થ્રો ફટકારીને તેને પેવેલિયન ભેગો કર્યો હતો. ધોનીએ 8 બોલમાં 2 રન કર્યા હતા. તે પહેલા અંબાતી રાયુડુ જસપ્રીત બુમરાહની બોલિંગમાં કીપર ડી કોકના હાથે કેચ આઉટ થયો હતો.

 

Cricket Score

WhatsApp Registraltion

Close