ભારત બાદ દુનિયાના કોઇપણ દેશને F-21 ફાઇટર પ્લેન નહીં વેચે અમેરિકા

Date:2019-05-14 14:00:03

Published By:Jay

અમેરિકન વિમાન કંપની લૉકહીડ માર્ટિને કહ્યું છે કે જો ભારતની તરફથી 114 લડાકુ વિમાનોની ખરીદી માટે તેને નવા F-21 લડાકુ વિમાનોનો ઓર્ડર મળે છે તો બીજા દેશોને તેનું વેચાણ કરશે નહીં. મોટાપાયે ખરીદીના સોદા માટે અમેરિકન, યુરોપિયન અને રૂસી કંપનીઓની વચ્ચેની હરિફાઇ પહેલાં જ દિગ્ગજ વિમાન કંપનીએ આ પ્રકારની રજૂઆત કરી છે.

લૉકહીડ માર્ટિન માટે સ્ટ્રેટિજિક એન્ડ બિઝનેસ ડેવલપમેન્ટના વાઇસ પ્રેસિડન્ટ વિવેક લાલે કહ્યું કે જો એફ-21નો કોન્ટ્રાક્ટ મળ્યો તો ભારત કંપનીના વૈશ્વિક લડાકુ વિમાનોના તંત્રનો હિસ્સો હશે જે 165 અબજ ડોલરનું બજાર છે. લાલ એ એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે નવા લડાકુ વિમાનોને ભારતમાં વાયુસેનાના 60થી વધુ સ્ટેશનોનથી કામ કરવાની દ્રષ્ટિથી ડિઝાઇન કરાયા છે. તેને અગત્યના તબક્કાઓમાં સુપીરિયર એન્જિન મેટ્રિકસ, ઇલેક્ટ્રોનિક યુદ્ધ ક્ષમતા, અને હથિયાર લોડ કરવાની ક્ષમતા સામેલ છે.

તેમણે કહ્યું કે અમે આ પ્લેટફોર્મ અને કોન્ફિગરેશનને દુનિયામાં બીજા કોઇ દેશને વેચીશું નહીં. લૉકહીડ માર્ટિનની તરફથી આ મહત્વપૂર્ણ પ્રતિબદ્ધતા છે અને આ ભારતની મહત્તા તથા તેની અનોખી જરૂરિયાતોને રેખાંકિત કરે છે.

આપને જણાવી દઇએ કે ગયા મહિને વાયુ સેનાએ અંદાજે 18 અબજ ડોલરના ખર્ચે 114 લડાકુ વિમાનોની ખરીદી માટે RFI (સૂચના માટે અનુરોધ) કે શરૂઆતનું ટેન્ડર બહાર પાડ્યું હતું. તેને તાજેતરના વર્ષોમાં સેનાની સૌથી મોટી ખરીદી તરીકે જોવાય છે. સોદાના ટોચના દાવેદારોમાં લૉકહીડનું F-21, બોઇંગનું F/A-18, દસો એવિએશનનું રાફેલ, યુરોફાઇટર ટાયફૂન, રૂસી લડાકુ વિમાન મિગ-35 અને સ્વીડિશ કંપની (SAAB)નું ગ્રિપેન સામેલ છે.

સત્તાવાર સૂત્રો એ કહ્યું કે ઇન્ડિયન એરફોર્સ બાલાકોટ સ્ટ્રાઇક અને ક્ષેત્રમાં ઉભરતી સુરક્ષા સ્થિતિને ધ્યાનમાં રાખતા મોટા સોદાને અંતિમ રૂપ આપવા માટે કામ કરી રહ્યું છે. લાલ એ કહ્યું કે જો લૉકહીડનો કોન્ટ્રાક્ટ મળ્યો તો તે ટાટા ગ્રૂપની સાથે F-21 અત્યાધુનિક નિર્માણ કેન્દ્રની સ્થાપના કરશે. આથી ભાપતને દેશના રક્ષા નિર્માણના સર્વાંગી વિકાસ તંત્રને તૈયાર કરવામાં પણ મદદ મળશે.

F-21 અને લૉકહીડના F-16 બ્લોક 70 લડાકુ વિમાનોમાં સમનતાથી જોડાયેલા પ્રશ્ન પર તેમણે કહ્યું કે આ પ્રકારનો દ્રષ્ટિકોણ યોગ્ય નથી કારણ કે બંને પ્લેટફોર્મમાં ખૂબ અંતર છે. તેમણે કહ્યું કે એફ-21 એયર ફ્રેમ, યુદ્ધક ક્ષમતા, એન્જિન મેટ્રિકસ, એન્જિન વિકલ્પોની ઉપલબ્ધતા સહિત વિવિધ તબક્કાના હિસાબથી બિલકુલ અલગ છે.

લૉકહીડને ફેબ્રુઆરીમાં બેંગલુરૂમાં એરો ઇન્ડિયા શો દરમ્યાન એફ-21નું પ્રદર્શન કર્યું હતું. કંપનીએ કહ્યું છે કે વાયુ સેનાની વિશિષ્ટ જરૂરિયાતો પૂરી કરશે.

 

Cricket Score

WhatsApp Registraltion

Close