હરભજને કર્યો ખુલાસો- આ ક્રિકેટરે લોહીથી લથપથ હાલતમાં બનાવ્યા 80 રન

Date:2019-05-14 15:11:23

Published By:Jay

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ફાઇનલમાં મુંબઇ ઇન્ડિયન્સ (MI)ની સામે ચેન્નાઇ સુપર કિંગ્સ (CSK) ત્યાં સુધી જીતતી દેખાય રહી હતી, જ્યાં સુધી મેદાન પર ઓસ્ટ્રેલિયન દિગ્ગજ ઓલરાઉન્ડર શેન વોટસન હતો. તે રન આઉટ થયા બાદ મુંબઇ ઇન્ડિયન્સે વાપસી કરી અને એક રનથી મુકાબલો અને ખિતાબ જીતી લીધો. શેન વોટ્સનની આ શાનદાર ઇનિંગ્સને લઇ એક ખુલાસો થયો છે. જેના અંગે જાણી મુંબઇ ઇન્ડિયન્સના ફેન પણ આ બેટસમેનના વખાણ કરશે.

વાત એમ છે કે મેચમાં તેઓ એક રન ચોરવા જતા ઘૂંટણેથી ઘાયલ થઇ ગયા હતા અને તેમનો પગ લોહીથી લથબથ થયો. તસવીરમાં તમે સ્પષ્ટ જોઇ શકો છો. તેમ છતાંય તેમણે 59 બોલમાં 8 ચોગ્ગા અને 4 સિક્સરની મદદથી 80 રનોની ઇનિંગ્સ રમતા મુંબઇ ઇન્ડિયન્સ ચિંતામાં મૂકાય ગઇ હતી.

મેચ પૂરી થયા બાદ તેમને ઘૂંટણમાં 6 ટાંકા આવ્યા. તેનો ખુલાસો સીએસકેના દિગ્ગજ સ્પિનર હરભજન સિંહે કર્યો. તેમણે ઇન્સ્ટાગ્રામ પર શેન વોટસનને ઇજા થયેલી તસવીર શેર કરી.

સોશ્યિલ મીડિયામાં લખ્યું શું તમને તેમના ઘૂંટણ પર લોહી દેખાઇ રહ્યું છે. મેચ બાદ તેમને 6 ટાંકા આવ્યા છે. તેમને આ ઇજા રન દોડવા દરમ્યાન ડાઇવ મારતા થઇ હતી, પરંતુ તેમણે કોઇને પણ કહ્યા વગર બેટિંગ ચાલુ રાખી. ભજ્જી દ્વારા રજૂ કરાયેલ આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યાં છે.

 

Cricket Score

WhatsApp Registraltion

Close