પશ્ચિમ બંગાળમાં પ્રચાર કરવા ગયેલા ભાજપ યુવા મોરચાના પ્રમુખ ઋત્વિજ પટેલ પર હુમલો

Date:2019-05-14 17:27:19

Published By:Jay

અમદાવાદઃ હાલ ચાલી રહેલી લોકસભા ચૂંટણીને પગલે ગુજરાતથી પશ્ચિમ બંગાળ પ્રચાર માટે ગયેલા ભારતીય યુવા મોરચાના પ્રમુખ ઋત્વિજ પટેલ સહિતના કાર્યકરો પર TMC (તૃણમુલ કોંગ્રેસ)ના કાર્યકરોએ હુમલો કર્યાની ઘટના બની છે.

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થયા બાદ ભાજપના આગેવાનો અન્ય રાજ્યમાં ચૂંટણી પ્રચાર માટે પહોંચ્યા છે. જેમાં ભાજપ યુવા મોરચાના પ્રમુખ સહિતના આગેવાનો પશ્ચિમ બંગાળની બારાસાત લોકસભા બેઠક પર પ્રચાર કરી રહ્યા છે. આ દરમિયાન ટીએમસી અને ભાજપના કાર્યકરો વચ્ચે છેલ્લા કેટલાક દિવસથી ચાલી આવતી ઘર્ષણની સ્થિતિ વધુ વણસી હતી. જે દરમિયાન ઋત્વિજ પટેલ ગઈકાલે બપોર બાદ ચૂંટણી પ્રચાર કરી હોટલ તરફ પાછા ફરી રહ્યા હતા ત્યારે તેમની ગાડી પર હુમલાનો પ્રયાસ થયો હતો અને ભાજપના સ્થાનિક આગેવાનો સાથે ગુજરાતના યુવા મોરચાના કાર્યકરોની બેઠક દરમિયાન પણ ટીએમસીના સમર્થકોએ હુમલો કરીને પ્રચાર કરતા અટકાવ્યા હતાં.

 

Cricket Score

WhatsApp Registraltion

Close