સતત 9 દિવસના ધોવાણ બાદ આજે માર્કેટમાં રિકવરી

Date:2019-05-14 17:35:15

Published By:Jay

મુંબઈઃ લોકસભાની ચૂંટણીના પરિણામોની અનિશ્ચિતતા પહેલા માર્કેટમાં અપ-ડાઉનનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. યુએસ-ચીન વચ્ચે ચાલી રહેલા ટ્રેડ વોરના પગલે સતત 9 દિવસના ધોવાણ બાદ આજે 10માં દિવસે ભારતીય શેરબજારોમાં તેજી જોવા મળી છે. સેન્સેક્સ 227 અંકના વધારા સાથે 37,318 પર બંધ રહ્યો હતો. જયારે નિફ્ટી 73 અંક વધીને 11,222 પર બંધ થયો હતો. ઉલ્લેખનીય છે કે સોમવારે નિફ્ટી વર્ષ 2011 બાદ પ્રથમ વખત 1.2 ટકા ઘટીને 11,148ની સપાટીએ બંધ રહ્યો હતો.

મંગળવારે બજારની શરૂઆત સાધારણ વધારા સાથે થયા બાદ થોડી જ વારમાં ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 56 અંક ઉપર 37,146.58 પર ખુલ્યો હતો. કારોબાર દરમિયાન તે ઘટીને 135 અંક નીચે આવી ગયો. તે 36,956.10ના નીચેના સ્તરે અને 37,234ના ઉચ્ચ સ્તરે પહોંચ્યો હતો. નિફ્ટીની શરૂઆત 3 અંકના વધારા સાથે 11,151.65 પર થઈ. કારોબાર દરમિયાન તે 40 અંક ઘટીને 11,108.30 પર આવી ગયો હતો.

 

Cricket Score

WhatsApp Registraltion

Close