અમેરિકાની મોટી કાર્યવાહી, ચીન-પાકિસ્તાન સહિત 12 કંપનીઓને મોનિટરિંગ યાદીમાં મુકી

Date:2019-05-14 18:03:43

Published By:Jay

વોશિંગ્ટન-અમેરિકા અને ચીનની વચ્ચે ચાલી રહેલી ટ્રેડ વૉર સતત વધી જ રહી છે. આ અગાઉ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન આવ્યું પછી ચીને પણ એક્શન લીધી. પરંતુ અમેરિકાએ વધુ એક વાર પલટવાર કર્યો છે. સોમવારે અમેરિકાએ દેશમાં કુલ 12 વિદેશી કંપનીઓને સર્વેલન્સ યાદીમાં મુકી દીધી છે. જેથી તેઓ કોઇ ગેરફાયદો ના ઉઠાવી શકે. આ 12 કંપનીઓમાં ચીન અને પાકિસ્તાનની કંપનીઓ પણ સામેલ છે.

અમેરિકન કોમર્સ મંત્રાલયના સેક્રેટરી વિલ્બર રોસ અનુસાર, ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને આ નિર્ણય અમેરિકન નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને લીધો છે. આ મોનિટરિંગ લિસ્ટમાં તેઓએ માત્ર કંપનીઓ જ નહીં, ચોક્કસ વ્યક્તિઓને પણ સામેલ કર્યા છે. 
તેઓએ કહ્યું કે, અમે એવી સ્થિતિ પેદા નહીં થવા દઇએ, જ્યાં ચીનની કંપનીઓ અમેરિકન ટેક્નોલોજીને ટ્રાન્સફર કરે અથવા અહીંની સુરક્ષા માટે જોખમ બને. જે ચાર હોંગકોંગ-ચીનની કંપનીઓ પર પ્રતિબંધ લગાવ્યા છે, તેની સામે ઇરાનનું સમર્થન કરવાનો આરોપ લાગ્યો છે. તો વળી, અન્ય કંપનીઓ વ્યક્તિઓ પર નિયમોનું ઉલ્લંઘ કરવાનો પણ આરોપ છે.

જે પાકિસ્તાની કંપનીને મોનિટરિંગ યાદીમાં મુકવામાં આવી છે તેમની સામે ન્યૂક્લિયર પ્રોગ્રામની સાથે છેડછાડ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ જ કારણ છે કે હવે આ કંપનીઓ સામે અમેરિકાની નજર રહેશે.


ઉલ્લેખનીય છે કે, અમેરિકા અને ચીનની વચ્ચે વેપાર મુદ્દાને લઇને 11માં દોરની વાતચીત નિષ્ફળ રહ્યા બાદ હવે બંનેની વચ્ચે તણાવ વધી ગયો છે. સમસ્યાનો ઉકેલ નહીં મળવા બદલ અમેરિકાએ ચીનને જવાબદાર ઠેરવ્યું છે. ટ્રમ્પે ટ્રેડ મીટિંગ નિષ્ફળ રહેવાનો દોષ ચીન પર નાખી દીધો છે. તે સમયથી જ બંને દેશોમાં વાર-પલટવારનો સિલસિલો ચાલી રહ્યો છે.

 

Cricket Score

WhatsApp Registraltion

Close