પાકિસ્તાન અને ઇરાનના લીધે દિલ્હી-NCR સહિતના કેટલાક વિસ્તારોમાં વરસાદ

Date:2019-05-15 12:01:46

Published By:Jay

રાજધાની દિલ્હીમાં બુધવારના રોજ સવારે મોસમે કરવટ બદલી છે. બુધવાર વહેલી સવારે દિલ્હી, નોઇડા, ગાઝિયાબાદ, ચંદીગઢમાં વરસાદ પડતાં લોકોને લૂ લાગવાથી રાહત મળી છે. હવામાન વિભાગના મતે ઉત્તર-પશ્ચિમ ભારતમાં એક પછી એક ત્રણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પોતાની અસર દેખાડી રહ્યું છે. તેના લીધે મેદાની વિસ્તારની સાથો સાથ પહાડી વિસ્તારોમાં હવામાન સંપૂર્ણપણે બદલાઇ ગયું છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે પશ્ચિમી રાજસ્થાનથી લઇ પંજાબ, હરિયાણા, દિલ્હી, પશ્ચિમી ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને જમ્મુ-કાશ્મીરમાં વાદળોની અવરજવર વધી ગઇ છે. હવામાન વિભાગના મતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અત્યારે પૂર્વ ઇરાન અને પાકિસ્તાનના રસ્તે ઉત્તર પશ્ચિમી ભારતમાં પ્રવેશ કરી રહ્યું છે. તેના લીધે દિલ્હી-એનસીઆરમાં હવામાન બદલાઇ રહ્યું છે.

દિલ્હી, એનસીઆરમાં ચોક્કસ વરસાદે દસ્તક દીધી છે, પરંતુ વિદર્ભ, છત્તીસગઢ, તેલંગાણા, તામિલનાડુ અને પુડ્ડુચેરીમાં ગરમ પવનનો પ્રકોપ હજુ પણ જોવા મળશે. રાજસ્થાનના કેટલાંક વિસ્તારમાં ધૂળ ભરેલી આંધી ચાલતા લોકોને કેટલાંય પ્રકારની મુશ્કેલી પડી શકે છે.


તો બીજીબાજુ પશ્ચિમ બંગાળિ, સિક્કિમ, ઝારખંડ, જમ્મુ અને કાશ્મીર, રાજસ્થાન, હરિયાણા, ચંડીગઢ અને અસમના કેટલાંક વિસ્તારોમાં થંડરસ્ટોર્મની અસર જોવા મળી શકે છે. હિમાચલ પ્રદેશની વાત કરીએ તો અહીં કેટલીક જગ્યાએ ઓલાવૃષ્ટિ થઇ શકે છે. આ સ્થિતિ અહીં 17મી મે સુધી રહેવાની આશંકા છે. આવી જ રીતે જમ્મુ-કાશ્મીરના કેટલાંક વિસ્તારોમાં ઝડપી પવન ફૂંકાતા વાવાઝોડા સાથે વરસાદ પડવાની આશંકા છે. આવનારા બે ત્રણ દિવસમાં પણ પૂર્વ અને પશ્ચિમી રાજસ્થાનમાં મોટાભાગના વિસ્તારોમાં ધૂળના વાવાઝોડાની સાથે વરસાદ પડવાની શકયતા પણ હવામાન વિભાગે વ્યકત કરી છે.

 

Cricket Score

WhatsApp Registraltion

Close