તાલાલાના ગીર બામણસા ગામ નજીક કેરીના બગીચામાં કામ કરતા મજૂર પર દીપડાએ હુમલો કર્યો

Date:2019-05-15 12:11:18

Published By:Jay

તાલાલા: તાલાલાથી 20 કિ.મી. દૂર ગીર બામણાસા ગામ નજીક આજે બુધવારે કેરીના બગીચામાં કામ કરી રહેલા તુલસીદાસ મથૂરદાસ (ઉ.65) પર દીપડાએ હુમલો કર્યો હતો. પરંતુ તુલસીદાસે હિંમત દાખવી દીપડાને ભગાડ્યો હતો અને ગંભીર ઇજા પહોંચતા હોસ્પિટલે ખસેડાયા હતા.

બનાવની જાણ થતા જ વાડી માલીકે તાલાલા 108ને જાણ કરતા ઈએમટી યોગેશભાઈ વાજા તેમજ પાયલોટ મહેશભાઈ કરમટા ઘટનાસ્થળે પહોંચી યોગ્ય સારવાર કરી વધુ સારવાર ાટે તાલાલા સરકારી હોસ્પિટલ ખસેડ્યા હતા.

Cricket Score

WhatsApp Registraltion

Close