દંતેવાડામાં નક્સલવાદીઓએ કેટલીય ગાડીઓને બાળીને ખાખ કરી

Date:2019-05-15 12:41:22

Published By:Jay

નવી દિલ્હીઃ છત્તીસગઢમાં ફરી એકવવાર નક્સલિઓનો તાંડવ જોવા મળ્યો છે. અહીં નક્સલવાદીઓએ ત્રણ હઈવા ટ્રક અને એક મશીનને આગને હવાલે કરી દીધા છે. નક્સલીઓએ આ ઘટનાને દંતેવાડાના કિરંદૂલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અંજામ આપ્યો છે. જણાવી દઈએ કે અહીં રસ્તાના નિર્માણનું કામ ચાલી રહ્યું હતું, જેને રોકવા માટે નક્સલીઓએ રસ્તાનું નિર્માણ કરતી ગાડીઓને આગને હવાલે કરી દીધી. આ પહેલીવાર નથી બન્યું જ્યારે નક્સલીઓએ આવી કોઈ હરકત કરી હોય, અગાઉ પણ કેટલીયવાર નક્સલીઓએ રસ્તાના નિર્માણના કામને રોકવા માટે ગાડીઓને આગને હવાલે કરી દીધી હતી. 

જણાવી દઈએ કે અગાઉ મહારાષ્ટ્રના ગઢચિરૌલી જિલ્લામાં નક્સલીઓએ પોલીસ વાનને નિશાન બનાવ્યાં હતાં. નક્સલીઓએ પોલીસના ગાડીને આઈઈડી બ્લાસ્ટથી ઉડાવી દીધી. આ હુમલામાં 10 સુરક્ષાકર્મી શહીદ થઈ ગયા હતા. નક્સલીઓએ ગઢચિરૌલી અંતર્ગત આવતા કુરખેદામાં 40 જેટલી ગાડીઓને આગને હવાલે કરી હતી. તેમણે પાછલા વર્ષે થયેલ એન્કાઉન્ટરનો બદલો લેવા માટે આ ઘટનાને અંજામ આપ્યો છે. આ એન્કાઉન્ટરમાં 40 નક્સલી નેતા ઠાર મરાયા હતા. 
આ એન્કાઉન્ટરનું એક વર્ષ પૂરું થતાં નક્સલીઓ એક અઠવાડિયાથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. જે ગાડીઓને સળગાવવામાં આવી છે, તે પ્રાઈવેટ કોન્ટ્રાક્ટર્સની છે. જે ગાડીઓને નક્સલીઓએ સળગાવી છે તેમાંથી મોટાભાગની ગાડીઓ અમર કન્સ્ટ્રક્શન લિમિટેડની છે. આ એ કંપની છે જે નેશનલ હાઈવે પર સ્થિત પુરાદા-યેરકાદ સેક્ટરમાં કંસ્ટ્રક્શન કામમાં લાગી છે. 


Cricket Score

WhatsApp Registraltion

Close