કોલકાતામાં મારા પર 3 હુમલાઓ થયા, CRPF ન હોત તો બચવું મુશ્કેલ હતું-અમિત શાહ

Date:2019-05-15 13:33:25

Published By:Jay

નવી દિલ્હીઃ ભાજપ અધ્યક્ષ અમિત શાહે કોલકાતા રોડ શોમાં હિંસાને લઈને તૃણુમૂલ કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેઓએ કહ્યું કે અમે શાંતિથી રોડ શો કરી રહ્યાં હતા તેમ છતા અમારા પર ત્રણ હુમલાઓ થયા. અમારી પાસે માહિતી હતી કે યુનિવર્સિટીના કેટલાંક લોકો આવશે અને પથ્થરમારો કરશે. શાહે કહ્યું કે યુનિવર્સિટીની અંદર વિદ્યાસાગરજીની મૂર્તિ તૃણુમૂલના કાર્યકર્તાઓએ જ તોડી છે. બીજી બાજુ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું હતું કે અમિત શાહ ભગવાન છે, કે તેના વિરૂદ્ધ પ્રદર્શન ન કરી શકાય.

મમતા બેનર્જી અને તૃણુમૂલ પાર્ટીના કેટલાંક નેતાઓએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની ડીપી બદલી નાખી છે. આ તમામે ટ્વિટર અને ફેસબુક પર ડીપીમાં ઈશ્વરચંદ વિદ્યાસાગરનો ફોટો લગાવ્યો છે. તો શાહના રોડ શોમાં હિંસા વિરૂદ્ધ ભાજપ કાર્યકર્તાઓએ દિલ્હીમાં મૌન પ્રદર્શન કર્યા. આ દરમિયાન કેન્દ્રીય મંત્રી હર્ષવર્ધન, વિજય ગોયલ અને જીતેન્દ્ર સિંહ હાજર રહ્યાં હતા.

મંગળવારે કોલકાતામાં શાહના રોડ શોમાં હોબાળો થયો હતો. શાહ જે વાહનમાં હતા તેના પર દંડા ફેંકવામાં આવ્યા હતા. રોડ શો પર કેટલાંક લોકોએ પથ્થર ફેંક્યા અને આગચંપી પણ કરવામાં આવી. પોલીસે સ્થિતિ કાબૂમાં લેવા લાઠીચાર્જ કર્યો હતો. જે બાદ શાહે રોડ શો ખતમ કરી દીધો હતો.

શાહે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે ચૂંટણીમાં બંગાળ ઉપરાંત ક્યાંય પણ હિંસાની ઘટના નથી ઘટી. મમતા બેનર્જીનો આરોપ છે કે હિંસા ભાજપ કરે છે. ભાજપ આખા દેશમાં ચૂંટણી લડી રહ્યું છે જ્યારે કે તમે માત્ર બંગાળની 42 સીટ પર જ ચૂંટણી લડી રહ્યાં છો. અન્ય કોઈ રાજ્યમાં હિંસાની ઘટના નથી ઘટતી, માત્ર બંગાળની 6 સીટ પર જ હિંસા થાય છે. ગઈકાલે પોલીસ મૂક દર્શક બની ઊભી હતી. અમારા કાર્યકર્તાઓને ઉશ્કેરવામાં આવ્યા. વડાપ્રધાન સહિતના મારા અને અન્ય નેતાઓના પોસ્ટર્સ ફાડવામાં આવ્યા. આગચંપી, પથ્થરમારો અને બોટલની અંદર કેરોસીન નાખીને સળગાવવાના પ્રયાસો પણ કરાયાં. યુનિવર્સિટીની અંદરથી પથ્થરમારો થઈ રહ્યો હતો.

શાહે કહ્યું કે યુનિવર્સિટીની અંદર જઈને વિદ્યાસાગરજીની મૂર્તિ કોને તોડી. અંદરથી તો ટીએમસીના કાર્યકર્તા પથ્થરમારો કરી રહ્યાં હતા. તેઓ જ દંડા લઈને આવ્યા હતા. ભાજપના કાર્યકર્તા તો બહાર હતા. વચ્ચે પોલીસ હતી. ટીએમસી કાર્યકર્તાઓએ જ ઈશ્વરચંદ વિદ્યાસાગરની પ્રતિમા તોડી.

મમતાએ કહ્યું કે, "ભાજપ અસંસ્કારી છે, તેથી તેઓ વિદ્યાસાગરની મૂર્તિ તોડી. તેઓ બહારનાં લોકો છે. શું શાહ કોલકાતા વિશ્વવિદ્યાલયની વિરાસત અંગે કંઈ જાણે છે? શું તેઓ જાણે છે કે કઈ મહાન હસ્તિઓએ અહીં અભ્યાસ કર્યો? આ પ્રકારના હુમલાઓ માટે તેમને શરમ આવવી જોઈએ."

 

Cricket Score

WhatsApp Registraltion

Close