સુરતમાં 7 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ

Date:2019-05-15 13:50:14

Published By:Jay

સુરત-રાજ્યમાં અવાર નવાર બાળકીઓ પર દુષ્કર્મના કેસો સામે આવતા હોય છે. ત્યારે સુરતમાં ફરીથી માનવતા શર્મશાર કરતી ઘટના સામે આવી છે. પાંડેસરામાં વધુ એક સગીરા સાથે દુષ્કર્મની ઘટના પ્રકાશમાં આવી છે. અહીં બાળકીને નરાધમે પેપ્સીકોલા આપવાના બહાને તેને પોતાનો શિકાર બનાવી હતી.

સુરતની આ ઘટનામાં બાળકીને ગુપ્તાંગના ભાગે પીડા થતા મામલો સામે આવ્યો હતો. હાલ પાંડેસરા પોલીસે સમગ્ર ઘટના મામલે તપાસ હાથ ધરી છે. સુરતમાં છેલ્લા 6 મહિનામાં 10થી વધુ દુષ્કર્મની ઘટના સામે આવી છે.

સુરતમાં બનેલી ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, સુરતના પાંડેસરા વિસ્તારમાં એક સાત વર્ષની બાળકી પર બડકામ અને દુષ્કર્મની ઘટના સામે આવી છે. આ ઘટનામાં પાડોશમાં રહેતા નરાધમ શખ્સે સાત વર્ષની બાળકીને પેપ્સીકોલા આપવાના બહાને પોતાની પાસે બોલાવી હતી, ત્યારબાદ નરાધમે પોતાની હવસનો શિકાર બનાવી હતી. બાળકી પર દુષ્કર્મ આચર્યા બાદ નરાધમ શખ્સ ફરાર થઇ ગયો હતો.

આરોપીએ બાળકીને પોતાની હવસનો શિકાર બનાવ્યા બાદ બાળકીનું ગળું દબાવીને ધમકી આપી હતી કે, જો કોઇને ઘટનાની વાત કરી તો તને મારી નાખીશ. જેથી ગભરાયેલી બાળકી બે દિવસ પોતાના ઘરમાં સૂમસામ અને દર્દથી તરસતી રહીને પસાર કર્યા હતા. બે દિવસથી ગુમશુમ રહેતી બાળકીને જોઇને તેની માતાના મનમાં કંઇ થયાની શંકા ઉદ્દભવી હતી, માતાએ પહેલા બાળકીને વ્હાલ કરીને પુછતા કોઇ જવાબ મળ્યો નહોતો. પરંતુ વારંવાર માતા દ્વારા પુછતા બાળકીએ સમગ્ર ઘટનાની વાત કરી હતી.

સૌ પ્રથમ તો માતા પણ બાળકીની દર્દનાક વાત સાંભળીને ડઘાઇ ગઇ હતી. બાળકીને છેલ્લા 2 દિવસથી ગુપ્તાંગના ભાગે દુ:ખાવો થતો હોવા છતાં નરાધમે આપેલી ધમકીના વશ થઇને બિચારી તે બોલી શકી નહોતી. ત્યારબાદ અચાનક બાળકીના ગુપ્તાંગના ભાગે દુ:ખાવો વધી જા તેને તાત્કાલિક સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

સુરત હોસ્પિટલમાં પણ બાળકીને દર્દનાક કહાની સાંભલીને મેડિકલ ઓફિસર પણ આશ્ચર્યચકિત થઇ ગયા હતા. ત્યારબાદ મેડિકલ ઓફિસરે તાબતતોડ રીતે બાળકીને પ્રાથમિક સારવાર આપી હતી. મેડિકલ ઓફિસરે ત્યારબાદ તત્કાલિક બાળકી સાથે બનેલી ઘટનાની માહિતી પાંડેસરા પોલીસને આપી હતી.

ઘટનાની જાણ થતાં પાંડેસરા પોલીસ સિવિલ હોસ્પિટલામાં દોડી આવી હતી અને બાળકી સાથે બનેલી ઘટનાનો ચિતાર મેળવ્યો હતો. હાલ પાંડેસરા પોલીસે આરોપી વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધીને આરોપીને ઝડપી પાડવા માટે પોતાના ચક્રો ગતિમાન કર્યા છે.

રાજ્યમાં અવાર નવાર બનતી આવી ઘટનાઓને જોતા સમાજના આવા માણસો પ્રત્યે ધિક્કાર અનુભવે છે. રાજ્ય સરકારે દુષ્કર્મ કેસોમાં કડક સજાની જોગવાઇ કરી છે, તેમ છતાં આરોપીઓ કાયદાની ઐસી કી તૈસી કરીને છાકટાં બનીને ગુનાઓ આચરતા હોય છે. સરકાર બેટી બચાવના નારાને દિનપ્રતિદિન દાગ લાગી રહ્યાં છે.

આજકાલના કેસો જોતા શું બેટી બચાવોના નારાં હવે ફક્ત નારાં જ રહ્યાં છે. હાલ લોકોના મનમાં એક જ પ્રશ્ન ચાલી રહ્યો છે કે, શું નરાધમોને નથી ફાંસીનો ડર? સરકારે હજી કડક થવાની જરૂર છે. અને આવા કેસો ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવવાની જોગવાઇ કરવી જોઇએ.

 

Cricket Score

WhatsApp Registraltion

Close