મમતા મીમ વિવાદ,પ્રિયંકાને જેલમાંથી છોડવામાં મોડું થતા સુપ્રીમ કોર્ટ નારાજ

Date:2019-05-15 16:06:00

Published By:Jay

નવી દિલ્હીઃ મમતા બેનર્જીનું મીમ બનાવીને સોશયલ મીડિયા પર પોસ્ટ કરવા અંગે ભાજપની કાર્યકર્તા પ્રિયંકા શર્માની ધરપકડ કરવામાં આવી હતી. પ્રિયંકાને સુપ્રીમ કોર્ટે મંગળવારે તાત્કાલિક છોડવાના આદેશ આપ્યા હતા તેમ છતા તેને બુધવારે  છોડવામાં આવતા સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, જોવા જઈએ તો પ્રિયંકાની ધરપકડ એ મનમાની જ છે. જો તેમને છોડવામાં નહીં આવે તો અવમાનનાનો મામલો શરૂ કરીશું. સાથે જ કોર્ટે અડધા કલાકમાં પ્રિયંકાને છોડવાનો આદેશ કર્યો હતો. સુપ્રીમ કોર્ટેને કહેવામાં આવ્યું હતું કે પ્રિયંકાને 9.40 કલાકે સવારે છોડવામાં આવ્યા હતા તેઓ આખી રાત જેલમાં રહ્યા હતા. જો કે પ્રિયંકાએ પણ આ અંગે માફી ન માગી કેસ લડવાની વાત કરી છે. 

કોર્ટને પશ્વિમ બંગાળ સરકારે જણાવ્યું કે, ડીજી જેલના જણાવ્યા પ્રમાણે પ્રિયંકાને સવારે 9.40 કલાકે છોડવામાં આવ્યા હતા. આ અંગે સુપ્રીમ કોર્ટે પુછ્યુ કે આ આદેશ કાલે કરવામાં આવ્યો હતો, તેને કાલે કેમ છોડ્યા ન હતા. પશ્વિમ બંગાળ સરકારે જવાબમાં જણાવ્યું કે, આ આદેશ સાંજે પાંચ વાગે મળ્યો હતો, જેથી જેલ મેન્યુઅલના કારણે છોડી શકાયા ન હતા. સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, શું જેલ મેન્યુઅલ સુપ્રીમ કોર્ટના આદેશથી વધારે છે

પ્રિયંકાના વકીલ નીરજ કિશન કૌલે કોર્ટને જણાવ્યું કે, પોલીસે આ મામલાનો ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યો ત્યારે આ અંગેની જાણકારી રાજ્ય સરકાર અને પોલીસે ન તો પ્રિયંકાને આપી ન તેના પરિવારને આપી હતી. સુપ્રીમ કોર્ટ હવે જુલાઈમાં ક્લોઝર રિપોર્ટ અંગે સુનાવણી કરશે કારણ કે ક્લોઝર રિપોર્ટ બાદ માફીની જરૂર નથી હોતી. પરંતુ પ્રિયંકાના વકીલે કોર્ટને જણાવ્યું કે, પ્રિયંકાને છોડતા પહેલા બળજબરી તેની પાસે માફીપત્ર લખાવવામાં આવ્યો હતો.

Cricket Score

WhatsApp Registraltion

Close