ઈરાન સાથે યુદ્ધના ભણકારા વચ્ચે અમેરિકા ઈરાકને લઈને ભર્યું તત્કાળ પગલું

Date:2019-05-15 16:42:14

Published By:Jay

અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ તેની ચરમસીમાએ છે. અહીં સ્થિતિ યુદ્ધ જેવી છે. તેવામાં સાઉદી અરબના 2 ઓઈલ જહાજ પર કરવામાં આવેલા હુમલાએ બલતામાં ઘી હોમવાનું કામ કર્યું છે. જોકે ઈરાને તેમાં પોતાની કોઈ જ ભૂમિકા હોવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો છે અને આ ઘટના પાછલ વિદેશી ષડયંત્ર ગણાવ્યું છે. તો બીજી બાજુ પશ્ચિમ એશિયામાં પોતાની સ્થિતિ વધારે મજબુત કરવા અને કોઈ પણ પ્રકારની ઈમરજન્સી સ્થિતિને પહોંચી વળવા અમેરિકાએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. અમેરિકાએ ઈરાકમાં રહેલા પોતાના અધિકારીઓને તત્કાળ પાછા બોલાવી લીધા છે. અમેરિકાના અધિકારીઓને ટ્રમ્પ પ્રશાસને દેશમાં પરત ફરવાના આદેશ આપી દીધા છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે ઈરાન વિરૂદ્ધ યુદ્ધની તૈયારીઓના અહેવાલને ફગાવી દીધો છે. અમેરિકાના જાણીતા સમાચારપત્ર ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, અમેરિકાના ટોચના સુરક્ષા અધિકારી ઈરાન સામે મુકાબલો કરવા માટે મધ્ય પૂર્વમાં લગભગ એક લાખ 20 હજાર સૈનિકો મોકલવાની યોજના પર વિચાર કરી રહ્યું છે. જોકે ઈરાકમાંથી પોતાના અધિકારીઓને તત્કાળ પાછા બોલાવી અમેરિકાએ આકરા તેવર દેખાડવાનું શરૂ કરી દીધું છે.

અમેરિકા અની ઈરાનના સંબંધો છેલ્લા એક વર્ષમાં અત્યંત વણસ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે ઓબામા પ્રશાસનમાં ઈરાન સાથે થયેલી ન્યૂક્લિયર ડીલનો વીટો વાળી દીધો છે અને ઈરાન પર નવેસરથી આકરા પ્રતિબંધો લાધ્યા છે. ભારત અને ચીન જેવા દેશોને આપવામાં આવેલી આંશિક છુટછાટ પણ બંધ કરવામાં આવી છે અને આ બધાની અસર ઈરાનની અર્થવ્યવસ્થા પર પડી રહી છે.

અમેરિકાએ પોતાના ન્યૂક્લિયર એરક્રાફ્ટ કેરિયર યૂએસએસ અરલિંગટન અને યૂએસએસ અબ્રાહમ લિંકનને પશ્ચિમ એશિયાના દરિયામાં તૈનાત કરી દીધા છે. અમેરિકાના સંરક્ષણ સલાહકારે અગાઉ જ કહી દીધું હતું કે, અમેરિકા વિરૂદ્ધ ઈરાન યુદ્ધની તૈયારીઓ કરી રહ્યું છે. ઈરાનની આક્રમણ કરવાની તૈયારીઓને ધ્યાનમાં રાખી અમેરિકાએ પશ્ચિમ એશિયામાં પૈટ્રિયટ મિસાઈલો પણ ખડકી દીધી છે. અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પિયોએ અમેરિકી સૈનિકોની સુરક્ષાની ચકાસણી કરવા માટે ઈરાકની મુલાકાત લીધી હતી.

 

Cricket Score

WhatsApp Registraltion

Close