ટ્રેનમાં નેતાઓની મજાક કરીને સોશિયલ મીડિયામાં મચાવી ધૂમ, થઇ ધરપકડ

Date:2019-06-01 17:31:19

Published By:Jay

 રેલવે પોલીસ ફોર્સે સુરતનાં અવિનાશ દુબે નામના રમકડા વેચનાર ફેરિયાની ધરપકડ કરી લીધી છે. જે ઘણાં દિવસથી તેના આગવા અંદાજને કારણે સોશિયલ મીડિયા પર છવાયેલો હતો. અવિનાસ આમ તો બનારસનો છે પરંતુ તે સુરતની આસપાસની ટ્રેનોમાં રમકડા વેચતા વેચતા નેતાઓની મજાક કરે છે. જેમાં તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયો હતો. આ ફેરિયાને  રેલવે કોર્ટે રૂપિયા સાડા ત્રણ હજારનો દંડ અને 10 દિવસની સજા કરી છે.

આરપીએફે અવિનાશ પર ટ્રેનમાં ગેરકાનુની રીતે ઘુસીને જોર જોરથી બૂમો પાડી તથા અભદ્ર ભાષાનો પ્રયોગ કરવા સહિત અન્ય મામલામાં એફઆરઆઈ નોંધી છે. અવિનાશ પર ગૈર કાનુનીરીતે સામાન વેચવાનો પણ આરોપ છે.

 

Cricket Score

WhatsApp Registraltion

Close