એપલનું નવું iOS 13 અને iPadOS લોન્ચ

Date:2019-06-04 14:33:00

Published By:Jay

એપલની વાર્ષિક વર્લ્ડવાઈડ ડેવલપર્સ કોન્ફરન્સ WWDC 2019 ભારતીય સમય મુજબ સોમવારે મોડી રાત્રે કેલિફોર્નિયાનાં સેન જોસ ખાતે શરૂ થઈ હતી. 3થી 7 જૂન સુધી ચાલનારી આ પાંચ દિવસીય કોન્ફરન્સના પહેલાં દિવસે ટિમ કૂકનુ પ્રારંભિક વક્તવ્ય યોજાયુ હતુ. તેમણે પોતાના વક્તવ્યમાં જાહેરાત કરી હતી કે, એપલ iOS 13, નવું iPadOS, એપલ વૉચ માટે નવી OS 6, ટીવી માટે OS13 લોન્ચ કરશે. વર્ષની આ સૌથી મોટી ગણાતી સોફ્ટવેર ઈવેન્ટમાં એપલે Mac Proનું પણ ડેબ્યૂ કર્યું હતું. 

વિશ્વને બદનારી ટેક્નોલોજીની મુખ્ય બાબતો સાથે કૂકે પણ અત્યાર સુધીના સૌથી જાણીતા આઇટ્યુન્સ પ્લેટફોર્મને બંધ કરવા વિશેની અટકળો ઉરપ પૂર્ણ વિરામ મૂક્યું હતું. તેમની ટીમે જણાવ્યું હતું કે, ધીમે ધીમે આઇટ્યુન્સને દૂર કરવાથી તેના બદલે ત્રણ નવી એપ્લિકેશન્સ લેવામાં આવશે. આ ઉપરાંત, એપલે તમામ ઉપકરણો માટે સમાન ઑપરેટિંગ સિસ્ટમ લાવવાનું સૂચન કર્યું હતું. તેનું નામ કેટેલિના હશે, જે સપ્ટેમ્બર 2019 ની ઇવેન્ટમાં લોન્ચ થઈ શકે છે.

એપલો  iOS 13 લોન્ચ કર્યું છે. આ વખતે તેમાં ડાર્ક મોડ, નવી સિરી વૉઈસ અને કેમેરા અને કૅમેરા ટૂલની સુવિધા ઉમેરવામાં આવી છે. ડાર્ક મોડમાં વપરાશકર્તાઓ કાળો અને ગ્રે કલર્સને સ્વીચ કરી શકશે. જે વપરાશકર્તાઓની આંખો માટે ખૂબ આરામદાયક હશે.

ટીમ કૂકે વધુમાં જણાવ્યું કે, આ નવું આઈઓએસ અત્યારસુધીની સૌથી જાણીતી ઓપરેટિંગ સિસ્ટમ છે જેમાં બે ગણી ઝડપથી એપ કામ કરે છે. સાથે જ ફેસ આઈડીથી ફોન અનલોક કરવું 30 ટકા ઝડપી બની જશે. આઈઓએસમાં પહેલાની સરખામણીએ નવી સિસ્ટમમાં ડાઉનલોડ્સ 50 ટકા અને અપડેટ્સ 60 ટકા ઓછા હશે. 

એપલે કહ્યું છે કે, નવા આઇપેડ હવે આઈપેડઓએસ પર ચાલશે. આ નવી સિસ્ટમ સાથે મોટી સ્ક્રીન પર કામ કરવા માટે મલ્ટીટાસ્કીંગ ઇન્ટરફેસ મળશે. સ્પ્લિટ સ્ક્રીન સાથે ઘણી વિંડોઝ પણ ખોલી શકાશે. ફોલ્ડર શેરિંગ વિકલ્પ iCloud Drive પર મળશે. આ નવું આઇઓએસ યુએસબી થમ્બ ડ્રાઇવને સપોર્ટ કરશે અને તેનાથી સીધા જ કૅમેરાના ફોટા અપલોડ કરી શકાશે.

આ પ્રસંગે કંપનીએ એપલ વોચ માટે નવું ઓએસ 6 લોન્ચ કર્યું હતું. આ ઉપરાંત, એપ સ્ટોર પણ એપલ વૉચમાં ઉપલબ્ધ થશે અને એપ્લિકેશન ત્યાંથી પણ ડાઉનલોડ કરી શકાશે. તેનો અર્થ એ છે કે, યુઝર્સ આઇફોન વિના એપલ વૉચ ચલાવી શકાશે.

એપલે નવી હોમ સ્ક્રીન સાથે નવી નેક્સ્ટ જનરેશન tvOS પણ રજૂ કરી છે. એપલના સીઇઓ ટિમ કૂકે જાહેરાત કરી હતી કે, તેમાં ફરીથી ડિઝાઇન હોમ સ્ક્રીન આપવામાં આવી છે. તો આ એપ્લિકેશનમાં મલ્ટિ યુઝર્સનો સપોર્ટ પણ સામેલ કરવામાં આવ્યો છે. tvOS 13 માં Xbox One અને PlayStation 4 ગેમકન્ટ્રોલર્સ માટે સપોર્ટ પણ આપવામાં આવ્યો છે.

ઇવેન્ટમાં એપલનાં સૌથી શક્તિશાળી ડેસ્કટોપ કમ્પ્યુટર Mac Proને નવા અવતાર સાથે ઉતારવામાં આવ્યું છે. આશરે 6 વર્ષ પછી, તેમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. નવું મેક પ્રો 8-કોર ઝેન પ્રોસેસર, 32 જીબી રેમ, 580x ગ્રાફિક્સ કાર્ડ અને 256 જીબી એસએસડી સાથે આવશે. તેની પ્રારંભિક કિંમત 5999 ડોલર રાખવામાં આવી છે. 300W પાવર વાળા Mac Proમાં હિટ સિંક કુલિંગ પણ આપવામાં આવી છે, જે તેને ઠંડુ રાખે છે.

પલની વર્લ્ડ વાઈડ ડેવલપર કોન્ફરન્સ 2019ને 'ડબ ડબ' એવું નિક નામ આપવામાં આવ્યું છે. જે મેકએનરીના જૂના ડિવાઈસ કરતાં ઘણું અલગ છે. એપલના કન્વેન્શન સેન્ટરની બહાર એક મોટું બેનર લગાવ્યું છે, જેના પર 'ડબ ડબ' લખ્યું છે. આ બેનરમાં કેટલાંક આઈફોન્સ, ઈમોજી નજરે પડે છે.

 

 

Cricket Score

WhatsApp Registraltion

Close