રોહિતની સદીની મદદથી સાઉથ આફ્રિકા સામે ભારત 6 વિકેટે જીત્યું

Date:2019-06-06 11:54:01

Published By:Jay

વર્લ્ડકપની સાતમી મેચમાં સાઉથહેમ્પટનના રોસ બાઉલ ખાતે ટીમ ઇન્ડિયાએ દક્ષિણ આફ્રિકાને 7 વિકેટે હરાવીને વર્લ્ડકપમાં શાનદાર શરૂઆત કરી છે. 228 રનના પીછો કરતા રોહિત શર્માના 123 રનની સહાયથી ટીમે સરળતાથી ટાર્ગેટ ચેઝ કર્યો હતો. રોહિતે એન્કર ઇનિંગ્સ રમતા 128 બોલમાં પોતાના વનડે કરિયરની 23મી સદી ફટકારી છે. તે ગાંગુલી (22 સદી)થી આગળ નીકળી ગયો છે. ભારતીય બેટ્સમેન તરફથી આ વર્લ્ડકપમાં રજીસ્ટર થયેલી 26મી સદી છે.

ભારતીય ઓપનર શિખર ધવન અને કેપ્ટન વિરાટ કોહલી સસ્તામાં પેવેલિયન ભેગા થયા હતા. ધવન 8 રને રબાડાની બોલિંગમાં કીપર ડી કોકના હાથે કેચ આઉટ થયો હતો. તેના આઉટ થયા પછી કોહલી અને રોહિતે બીજી વિકેટ માટે 43 રનની ભાગીદારી કરી હતી અને રબાડા-મોરિસનો ઘાતક સ્પેલ પૂરો કર્યો હતો. જોકે 34 બોલ રમીને સેટ થયેલો કોહલી ફેલુકવાયોની બોલિંગમાં આઉટ થયો હતો. ડી કોકે જમણી બાજુ ડાઇવ લગાવીને તેનો જોરદાર કેચ કર્યો હતો. તેના આઉટ થયા પછી એમએસ ધોનીએ 34 રન અને લોકેશ રાહુલે 26 રનનું યોગદાન આપ્યું હતું. દ.આફ્રિકા માટે એંડીલે ફેલુકવાયોએ 2 વિકેટ, જયારે કગીસો રબાડા અને ક્રિસ મોરીસે 1-1 વિકેટ લીધી હતી.

 

Cricket Score

WhatsApp Registraltion

Close