Toyota Glanza ભારતમાં લોન્ચ

Date:2019-06-06 16:55:54

Published By:Jay

નવી દિલ્હી-ટોયોટાએ ભારતમાં તેની નવી પ્રીમિયમ હેચબેક ગ્લેન્ઝા લોન્ચ કરી છે. ભારતમાં તેની એક્સ-શોરુમ કિંમત 7.22 લાખ રૂપિયા છે. ટોયોટાએ ભારતમાં તેની નવી પ્રીમિયમ હેચબેક ગ્લેન્ઝા લોન્ચ કરી છે. ભારતમાં તેની એક્સ-શોરુમ કિંમત 7.22 લાખ રૂપિયા છે. ટોયોટા ગ્લેન્ઝાના બે વેરિએન્ટને બજારમાં રજૂ કરવામાં આવ્યા છે. ગ્લેન્ઝા, ટોયોટા અને સુઝુકીના પાર્ટનગરશીપની પહેલી પ્રોડક્ટ છે.

ટોયાટા ગ્લેન્ઝાના બન્ને વેરિએન્ટમાં મેન્યુઅલ અને ઓટોમેટિક ગિયરબોક્સનો ઓપ્શન છે. ગ્લેન્ઝાના વી વેરિએન્ટ્સના મેન્યુઅલ મોડેલની એક્સ શોરૂમ કિંમત 7.58 લાખ રૂપિયા છે. તો ઓટોમેટિક મોડેલની કિંમત રૂ. 8.90 લાખ છે, જ્યારે જી વેરિઅન્ટની કિંમત રૂ. 8.29 લાખ છે.

ટોયોટા ગ્લેન્ઝા હાલ ફક્ત પેટ્રોલ એન્જિનમાં લોન્ચ કરવામાં આવી છે. કાર બે એન્જિન વિકલ્પોમાં ઉપલબ્ધ છે. એક 1.2 લિટર K12N માઇલ્ડ-હાઇબ્રિડ એન્જિન છે. આ એન્જિન 89 બીએચપી પાવર અને 113 એનએમ ટોર્ક ઉત્પન્ન કરે છે. આ એન્જિન ફક્ત જી વેરિયેન્ટના મેન્યુઅલ ટ્રાન્સમિશનથી જ ઉપલબ્ધ છે.

અને બીજું વેરિએન્ટ 1.2-લીટર કે-સિરીઝ એન્જિન છે જે 82 બીએચપી અને 113 એનએમ ટોર્કની શક્તિ ઉત્પન્ન કરે છે. ગ્લેન્ઝા માં 5 સ્પીડ મેન્યુઅલ અને 7-સ્પીડ ઓટોમેટિક (સીવીટી) ગિયરબોક્સ વિકલ્પો છે. 

સ્ટાન્ડર્ડ ડ્યુઅલ એરબેગ્સ, ABS સાથે EBD અને બ્રેક આસીસ્ટ, TECT (ટોયોટા અસરકારક કંટ્રોલ ટેકનોલોજી) બોડી ISOFIX,જેવી સુવિધાઓ, રિવર્સ પાર્કિંગ કેમેરા હાઇ સ્પીડ વોર્નિંગ જેવા ફિચર્સ આપવામાં આવ્યાં છે. ટોયોટા Glanza સ્માર્ટ પ્લેકાસ્ટ 7 ઇંચ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમાં આપવામાં આવી છે. જે એપલ કારપ્લે અને એન્ડ્રોઇડ ઓટોથી સજ્જ છે.

 

 

 

Cricket Score

WhatsApp Registraltion

Close