ઓમાનથી દુબઈ જઈ રહેલી બસ સાઈનબોર્ડ સાથે અથડાતા 17 લોકોના મોત

Date:2019-06-07 15:44:38

Published By:Jay

દુબઈઃ ઓમાનથી દુબઈ જઈ રહેલી બસ દુર્ઘટનામાં 12 ભારતીયો સહિત 17 લોકોના મોત થયા છે. વિદેશ મંત્રી એસ જયશંકરે આ વાતની પુષ્ટી કરી છે. દુબઈ સ્થિત ભારતીય દૂતાવાસે જણાવ્યું કે,દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિવારોનો સંપર્ક કરવામાં આવ્યો છે. અન્ય મૃતકો વિશે પણ ટૂંક સમયમાં માહિતી મેળવીને તેમના પરિવારો સાથે સંપર્ક કરવામાં આવશે.

દુબઈ પોલીસ પ્રમાણે, દુર્ઘટના ગુરુવારે સાંજે સ્થાનિક સમયનુસાર અંદાજે 6 કલાકે બની હતી. બસ દુબઈથી શેખ મોહમ્મદ બિન જાયેદ રોડ પર નિયંત્રણ ખોઈને એક સાઈનબોર્ડ સાથે અથડાઈ હતી. બસને ચલાવનારી કંપનીએ મ્વાસાલતે હાલ મસ્કટ દુબઈ માર્ગ પર તેમની સેવાઓ રોકી દીધી છે.

ભારતીય દૂતાવાસના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કોન્સ્યુલેટ જનરલ અને અન્ય અધિકારી દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોના સગા સંબંધીઓને મળવા હોસ્પિટલમાં પહોંચ્યા હતા. સાથે જ મૃતકોની ઓળખાણ માટે પોલીસ પણ દરેક શક્ય મદદ કરી રહી છે. 
ભારતીય દૂતાવાસની તરફથી જે લોકોના મોત થયા છે તેમની પુષ્ટી કરવામાં આવી છે, જેમાં રાજગોપાલન , ફિરોજ ખાન પઠાન , રેશમા ફિરોજ ખાન પઠાન, દીપક કુમાર , જમાલુદ્દીન અરાવકવેત્તિલ , કિરણ જોની , વાસુદેવ અને તિલકરામ જવાહર ઠાકુર સામેલ છે. 

 

Cricket Score

WhatsApp Registraltion

Close