માલદીવમાં PM મોદીને ગાર્ડ ઓફ ઓનરથી સન્માનિત કરાયા

Date:2019-06-08 17:44:15

Published By:Jay

નવી દિલ્હીઃ વડાપ્રધાન મોદી શનિવારે માલદીવ પહોંચ્યા છે. અહીંના રિપબ્લિક સ્ક્વોયરમાં મોદીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યો છે. આ અવસરે માલદીવના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ મોહમ્મદ સોલિહ પણ હાજર છે. મોદી માલદીવની સંસદને પણ સંબોધિત કરશે. તેઓ અહીંની સંસદને પણ સંબોધિત કરશે. આ સાથે જ માલદીવના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ મોહમ્મદ સોલિહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નિશાન ઈજ્જુદ્દીન આપવાની જાહેરાત કરી છે. આ વિદેશી પ્રતિનિધિઓને આપવામાં આવતું માલદીવનું સૌથી મોટું સન્માન છે. માલદીવના વિદેશમંત્રી અબ્દુલ્લા શાહિદે કહ્યું કે, મોદીના આ પ્રવાસમાં તેમને આ સન્માન આપવામાં આવશે.


આ બીજી વખત છે, જ્યારે મોદી માલદીવ જઈ રહ્યા છે. આ પહેલા મોદી ગત વર્ષે પણ રાષ્ટ્રપતિ સોલિહના શપથ ગ્રહણ સમારોહમાં માલદીવ ગયા હતા. મોદી સરકારની નેબર ફર્સ્ટ(પાડોશી પહેલા)ની પોલીસી છે. 2014માં પહેલી વખત વડાપ્રધાન બન્યા બાદ પણ મોદી તેમની પહેલી વિદેશ યાત્રા પર ભૂટાન ગયા હતા.

Cricket Score

WhatsApp Registraltion

Close