વર્લ્ડ કપમાં ભારતનો સતત બીજો વિજય

Date:2019-06-10 09:49:04

Published By:Jay

નવી દિલ્હી-વર્લ્ડકપની 14મી મેચમાં લંડનના ઓવલ ખાતે ભારતે ઓસ્ટ્રેલિયાને 36 રને હરાવીને વર્લ્ડકપમાં પોતાની બીજી અને વનડેમાં 50મી મેચ જીતી હતી. 353 રનનો પીછો કરતા ઓસ્ટ્રેલિયા 50 ઓવરમાં 316 રનમાં ઓલઆઉટ થયું હતું.કાંગારુંની શરૂઆત સારી રહી હતી, કપ્તાન ફિન્ચ અને વોર્નરે પ્રથમ વિકેટ માટે 61 રન ઉમેર્યા હતા. જોકે ફિન્ચ 36 રનના વ્યક્તિગત સ્કોરે રનઆઉટ થયો હતો. તે પછી વોર્નરનો ક્રિઝ ઉપર સંઘર્ષ જારી રહ્યો હતો. તેણે 84 બોલમાં 66ની સ્ટ્રાઇક રેટથી માત્ર 56 રન કર્યા હતા. તે આઉટ થયો ત્યારસુધીમાં મેચ ઓસ્ટ્રેલિયાની પકડથી દૂર થઇ ગઈ હતી. પૂર્વ કપ્તાન સ્ટીવ સ્મિથે 69 અને કીપર કેરીએ અણનમ 55 રન કર્યા હતા. જોકે તે બંનેનું યોગદાન ટીમને ફિનિશિંગ લાઈન ક્રોસ કરાવી શક્યું ન હતું. ભારત માટે બંને ફાસ્ટર ભુવનેશ્વર કુમાર અને જસપ્રીત બુમરાહે 3-3 વિકેટ, જયારે યૂઝવેન્દ્ર ચહલે 2 વિકેટ લીધી હતી. ભારત ગુરુવારે ન્યુઝીલેન્ડ સામે પોતાની ત્રીજી મેચ રમશે.

 

Cricket Score

WhatsApp Registraltion

Close