મેંક્રોના આમંત્રણથી વિશેષ અતિથિ તરીકે PM મોદી જી-7 સમિટમાં સામેલ થશે

Date:2019-06-11 10:14:28

Published By:Jay

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વર્ષે જી-7 સમિટમાં વિશેષ અતિથિ તરીકે સામેલ થવાના છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ અમેનુઅલ મેંક્રોએ તેમને સમિટ માટેનું આમંત્રણ મોકલ્યું છે, જેને વડાપ્રધાને સોમવારે સ્વીકારી લીધુ છે. જી-7 સમિટ આ વર્ષે 24થી 26 ઓગસ્ટ દરમિયાન ફ્રાન્સના બિઆરિટ્ઝમાં થવાની છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે સોમવારે જણાવ્યું છે કે, મેંક્રોની આ શરૂઆતના કારણે બંને નેતાઓની વચ્ચે સારી કેમેસ્ટ્રી થતી જોવા મળી રહી છે. આ આપણી સારી રાજનીતિનું પરિણામ છે. ટૂંક સમયમાં જ આ સમિટ વિશેની બાકીની માહિતી આપવામાં આવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફ્રાન્સનું આમંત્રણ સ્વીકારી લેતા ફ્રાન્સના ઉપ વિદેશ મત્રી જ્યાં-બૈપ્તિસ્ત લેમોયને કહ્યું છે કે, જી-7માં ભારતના આવવાથી બંને દેશો વચ્ચેની રાજનીતિ અને દ્વીપક્ષીય ભાગીદારીને વધારે મજબુતી મળશે. લેમોયન આ સમયે ભારતની મુલાકાતે છે. મોદીના બીજી વાર વડાપ્રધાન બન્યા પછી તેઓ પહેલાં એવા યુરોપીયન નેતા છે જેઓ ભારતની મુલાકાતે આવ્યા છે.

આ પહેલાં વિદેશી નેતાઓમાં બિમ્સટેક દેશોના રાષ્ટાધ્યક્ષ મોદીના શપથ ગ્રહણ સમારોહમાં પહોંચ્યા હતા. ગયા સપ્તાહે અમેરિકાના રાજકીય-સૈન્ય મામલે ઉપ મંત્રી ક્લાર્ક કપૂર પણ ભારત આવ્યા હતા.

 

 

Cricket Score

WhatsApp Registraltion

Close