8 દિવસ બાદ વાયુસેનાને મળ્યો AN-32નો કાટમાળ

Date:2019-06-11 16:27:51

Published By:Jay

આસામના જોરહાટ એરપોર્ટથી ઉડાણ ભરનારા AN32ના ટુકડા મળ્યા છે. સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર પ્લેનના કેટલાક ટુકડા જ્યાં મળી આવ્યા છે તે અરુણાચલ પ્રદશેમાં એએન-32ની ઉડાણવાળા સ્થળથી 15-20 કિમી ઉત્તરમાં છે. ભારતીય વાયુસેના હેલિકોપ્ટર દળ આ મિશનમાં સામેલ હતું.

વાયુસેના તરફથી જાહેર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે જે વિસ્તારમાં શોધખોળ કરવામાં આવી રહી હતી ત્યાં IAF Mi-17 હેલિકોપ્ટરની મદદથી AN32નો કાટકાળ 16 કિમી ઉત્તરમાં લગભગ 12000 ફુટની ઊંચાઈ પર જોવા મળ્યો.


Cricket Score

WhatsApp Registraltion

Close