‘વાયુ’ વાવાઝોડું 140થી 150ની સ્પીડે સૌરાષ્ટ્ર તરફ વધી રહ્યું છે

Date:2019-06-12 11:15:54

Published By:Jay

જૂનાગઢ : અરબી સમુદ્રમાં વેરાવળથી 650 કિલોમીટર દૂર કેન્દ્રિત થયેલું વાવાઝોડું વાયુ 140થી 150 કિલોમીટરની સ્પીડથી આગળ વધી રહ્યું છે. 12મી જૂનની મધરાતે અને 13મીના પરોઢે વેરાવળથી દીવ વચ્ચેના દરિયાકાંઠે 165 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે ત્રાટકે તેવી સંભાવના છે. વાયુ વાવાઝોડાને કારણે સૌરાષ્ટ્ર- કચ્છના 11 જિલ્લા કચ્છ, ભાવનગર, અમરેલી, બોટાદ, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, રાજકોટ ઉપરાંત દીવને પણ અસર પહોંચવાની સંભાવના છે. જ્યારે વાવાઝોડાના પગલે અત્યારેદક્ષિણ ગુજરાત, દીવ અને સૌરાષ્ટ્રમાં કેટલાક સ્થળે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જ્યારે ગુજરાતના બાકીના વિસ્તારમાં છાંટા પડયા હોવાના અને વાતાવરણમાં પલટો આવ્યોના અહેવાલ છે.

Cricket Score

WhatsApp Registraltion

Close