વિદિશામાં ગુજરાતની બસને નડ્યો અકસ્માત, 3નાં મોત

Date:2019-06-12 11:51:27

Published By:Jay

મધ્યપ્રદેશ-મધ્યપ્રદેશના વિદિશામાં ગુજરાતની એક બસને અકસ્માત નડ્યો છે, ઘટનામાં 3 લોકોનાં મોત નીપજ્યા છે. જ્યારે 10થી વધુ લોકો ઘાયલ થયા છે. જેઓને નજીકની હોસ્પિટલે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે મધ્ય પ્રદેશના વિદિશામાં આવેલા સાગર માર્ગ પર નાસિકથી ચિત્રકુટ જતી ગુજરાતની G j 14 Z 0197 નંબરની બસનો અકસ્માત સર્જાયો હતો. ઘટનામાં ત્રણ લોકોનાં મોત થયાનું પ્રાથમિક વિગતમાં બહાર આવ્યું છે. જ્યારે 10થી વધુ લોકો ઘાયલ થયાનું કહેવામાં આવી રહ્યું છે.

 

Cricket Score

WhatsApp Registraltion

Close