દિલ્હીમાં વાવાઝોડાનાં કારણે 27 ફ્લાઈટ્સ ડાઈવર્ટ કરાઈ

Date:2019-06-13 08:54:43

Published By:Jay

નવી દિલ્હીઃ દિલ્હીમાં બુધવારે સાંજે અચાનક આવેલા વાવાઝોડાના કારણે ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આવી રહેલી 27 ફ્લાઈટ્સ ડાઈવર્ટ કરી દેવાઈ હતી. આ દરમિયાન ઘણા વિમાનો ઉડાન નહીં ભરી શક્યા ન હતા. ફ્લાઈટ ઓપરેશંસ અંદાજે 25 મિનિટ સુધી પ્રભાવિત રહ્યું હતું. ત્યારબાદ લેન્ડિંગ અને ટેક ઓફ ફરી શરૂ કરવામાં આવ્યું હતું. દિલ્હીમાં બુધવારે સરેરાશ તાપમાન 43.4 ડિગ્રી રહ્યું હતું.

તો બીજી બાજુ અરબ સાગરમાં ઉઠેલા ચક્રવાતી વાવાઝોડા વાયુના કારણે મુંબઈમાં ભારે વરસાદ થયો હતો. તંત્રએ પર્યટકોની સુરક્ષાને ધ્યાનમાં રાખતા મુંબઈ સહિત મહારાષ્ટ્રના ઘણા સમુદ્ર તટોને બે દિવસ માટે બંધ કરી દીધા છે. કોંકણ, પાલઘર, મુંબઈ, રાયગઢ, સિંધુદુર્ગ થાણે અને રત્નાગિરીના તમામ બીચ 12થી 13 જૂને બંધ રહેશે.

મુંબઈના બાંદ્રા, દાદાર , ખાર , અંધેરી સહિત અન્ય વિસ્તારોમાં ભારે વરસાદ થયો. વરસાદના કારણે થાઈ એરવેઝનું એક વિમાન રનવે પર લાઈટ સાથે ટકરાયું હતું. જો કે આ દરમિયાનકોઈ મોટી દુર્ઘટના બની ન હતી.

જમ્મુ-કાશ્મીરના બારામૂલામાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતી સર્જાઈ છે. બાંદીપોરામાં વાવાઝોડાના કારણે 2 મહિલાઓના મોત થયા છે. હવામાન વિભાગે રાજ્યમાં અલગ અલગ વિસ્તારોમાં 24 કલાકમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.

હિમાચલમાં બુધવારે થયેલા વરસાદના કારણે ગરમીથી રાહત મળી છે. હિમાચલના ઘણા વિસ્તારોમાં થયેલા વરસાદ બાદ તાપમાનમાં 3થી4 ડિગ્રીનો ઘટાડો થયો છે. મંડીમાં 24 મિમી, ચંબાના ટિસ્સામાં 22 મિમી, લાહોલ સ્પીતિમાં 21 મિમી, કિન્નૌરના કલ્પામાં 18.6, કુલ્લૂમાં 17 મિમી, મનાલી અને સુંદર નગરમાં 13 મિમી વરસાદ નોંધાયો છે. ઉનામાં તાપમાન44.8 થી 40.3 ડિગ્રીએ પહોંચી ગયું હતું. હવામાન વિભાગે રાજ્યના મોટા ભાગના હિસ્સાઓમાં 24 કલાક વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.

રાજસ્થાનના જયપુર સહિત ઘણા વિસ્તારોમાં બુધવારે ધૂળની ડમરીઓ અને હળવો વરસાદ થયો હતો. હવામાન વિભાગ પ્રમાણે, બુધવારે હળવા વરસાદ અને વાવાઝોડાના કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. જેનાથી રાજ્યના લોકોને ગરમીથી રાહત મળી છે. જયપુરમાં 3.2 મિમી વરસાદ નોંધાયો છે. અહીં પર 42.8 કલાકમાં 40-50 કિમી/કલાકની ઝડપે ધૂળની ડમરીઓની સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે.

Cricket Score

WhatsApp Registraltion

Close