પુલવામામાં સેનાએ 2 LeTના આતંકીઓ ઠાર કર્યા

Date:2019-06-14 16:23:39

Published By:Jay

પુલવામા: જમ્મુ-કાશ્મીરમાં સેનાનું આતંકીઓ વિરુદ્ધ ઓપરેશન સતત ચાલુ જ છે. આ દરમિયાન શુક્રવારે પુલવામામાં સેનાએ હિઝબુલ મુઝાહિદ્દીનના ડેપ્યૂટી ચીફ સૈફુલ્લાને પણ ઘેરી લીધો છે. તે ઉપરાંત અન્ય બે આતંકીઓને પણ ઠાર કરવામાં આવ્યા છે. સેના દ્વારા ઠાર કરવામાં આવેલા આતંકીઓ લશ્કર-એ-તોઈબાના હતા. બંને આતંકીઓની ઓળખ ઈરફાન અહમદ અને તસાદ્દુક શાહ તરીકે થઈ છે. શુક્રવારે સવારથી જ આતંકીઓ અને સેના વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું હતું. બંને તરફથી સતત ગોળીબાર થઈ રહ્યો હતો.

આ એન્કાઉન્ટર પુલવામાના બ્રોબંદિના વિસ્તારમાં શરૂ થયું છે. અહીં ઈનપુટ દ્વારા માહિતી મળ્યા પછી સેનાએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું અને આ વિસ્તારને કોર્ડન કરી લીધો હતો.

સેના તરફથી 55 રાષ્ટ્રીય રાઈફલ્સ, સીઆરપીએફ અને પુલવામા પોલીસે જોઈન્ટ ઓપરેશન કરીને એન્કાઉન્ટર શરૂ કર્યું હતું. બંને તરફથી ગોળીબારનો અવાજ આવી રહ્યો છે. સેનાએ આસપાસના વિસ્તારમાં પણ સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.

આતંકીઓ સામે સેનાએ ઓપરેશન ઓલ આઉટ ચાલુ કર્યું છે. આ વર્ષે 100થી વધારે આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે. મંગળવારે સોપોરમાં પણ એક આતંકીને ઠાર કરવામાં આવ્યો હતો.

 

Cricket Score

WhatsApp Registraltion

Close