ગઠબંધન વગર લડીશું 2022ની વિધાનસભા ચૂંટણી- સિંધિયા

Date:2019-06-15 15:03:27

Published By:Jay

લખનઉ: લોકસભા ચૂંટણી માટે પશ્ચિમી ઉત્તર પ્રદેશના પ્રભારી બનાવવામાં આવેલા કોંગ્રેસ મહાસચિવ જ્યોતિરાદિત્ય સિંધિયાએ પાર્ટીને મજબૂત બનાવવાની વાત કરી હતી. સિંધિયાએ શુક્રવારે ઉત્તર પ્રદેશ કોંગ્રેસ કમિટી સાથે સાડા છ કલાક સુધી બેઠક કરી હતી. તેમાં રાજ્યમાં પાર્ટીની હાર વિશે ચર્ચા કરવામાં આવી હતી. મીટિંગમાંથી બહાર નીકળ્યા પછી સિંધિયાએ કહ્યું હતું કે, ઉમેદવાર અને પાર્ટી નેતાઓના સૂચનથી એવું સામે આવ્યું છે કે, અમારે કોંગ્રેસના આધારભૂત માળખાને પાયાથી સુધારવા માટે ઘણી મહેનત કરવાની છે. જ્યારે પ્રિયંકાએ પણ કહ્યું છે કે, તેઓ સપ્તાહમાં બે દિવસ પૂર્વ યુપીના કાર્યકર્તાઓને પણ મળશે.

સિંધિયાએ 2022માં થનારી ઉત્તર પ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનું કોઈ પાર્ટી સાથે ગઠબંધનનો ઈનકાર કર્યો છે. તેમણે કહ્યું છે કે, પાર્ટી વિધાનસભા ચૂંટણી પોતાના બળ ઉપર જ લડશે. આગામી બે સપ્તાહમાં ચૂંટણીની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવશે.

સિંધિયાએ જણાવ્યું કે, બે સપ્તાહ પછી ફરી સમીક્ષા બેઠક થશે. તેમાં પાયાના મૂળ નેતાઓના સલાહ સૂચન લીધા પછી વિધાનસભાની 12 સીટ પર થનારી પેટાચૂંટણી માટેના નામ નક્કી થશે. આ પહેલાં 12 જૂને પૂર્વી ઉત્તર પ્રદેશના પ્રભારી બનાવવામાં આવેલા કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ લોકસભા ચૂંટણીના ઉમેદવાર સાથે રાયબરેલીમાં બેઠક કરી હતી.

 

 

Cricket Score

WhatsApp Registraltion

Close