બિહારમાં મગજના તાવના લીધે 15 દિવસમાં 67 બાળકોના મોત

Date:2019-06-15 17:04:05

Published By:Jay

મુઝફ્ફરપુર: બિહારમાં મગજના તાવમાં શનિવારે 4 બાળકોના મોત થયા છે. આ બીમારીના કારણે 15 દિવસમાં 67 બાળકોના મોત થયા છે. જ્યારે સ્વાસ્થય મંત્રી મંગલ પાંડેએ એક ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું છે કે, બાળકોના મોત માટે પ્રશાસન કે સરકાર જવાબદાર નથી. બાળકોના નસીબ ખરાબ છે. હવામાન પણ તે માટે જવાબદાર છે. સરકારે સારવાર માટે પૂરતી

એસકેએમસીએચ અને કેજરીવાલ હોસ્પિટલમાં છેલ્લા 15 દિવસમાં એઈએસ (મગજના તાવ)થી પીડિત 67 બાળકોના મોત થઈ ચૂક્યા છે. એસકેએમસીએચમાં દાખલ 6 બાળકોની હાલત ગંભીર છે. અહીં અત્યારે 80 બાળકોની સારવાર ચાલી રહી છે. કેજરીવાલ હોસ્પિટલમાં પણ 6 બાળકોની સ્થિતિ નાજૂક છે. અહીં 25 બાળકોની સારવાર ચાલી રહી છે. બંને હોસ્પિટલમાં અત્યારસુધી 288 બાળકો દાખલ થયા હતા.

એસકેએમસીએચના બાળ રોગ વિભાગના અધ્યક્ષ ડૉ. ગોપાલ શંકર સાહનીએ જણાવ્યું કે, રિસર્ચમાં એવું સામે આવ્યું છે કે, જ્યારે ગરમી 40 ડિગ્રી કરતા વધે અને ભેજ 70થી 80 ટકા વચ્ચે હોય ત્યારે આ બીમારી વધે છે. બીમારીમાં બાળકોને ખૂબ તાવ અને ખેંચ આવે છે. હાથ-પગમાં ગાઠ જેવું થઈ જાય છે અને બાળક બેભાન અવસ્થામાં વધારે રહે છે.

 

Cricket Score

WhatsApp Registraltion

Close