પાકિસ્તાને બાંગ્લાદેશને 94 રને હરાવ્યું

Date:2019-07-06 10:46:08

Published By:Jay

વર્લ્ડ કપની 43મી મેચમાં લંડનના લોર્ડ્સ ખાતે પાકિસ્તાને બાંગ્લાદેશને 94 રને હરાવ્યું હતું. પાકિસ્તાન માટે શાહીન આફ્રિદીએ 9.1 ઓવરમાં 35 રન આપીને 6 વિકેટ ઝડપી હતી. તે પાકિસ્તાન માટે વર્લ્ડ કપમાં 6 વિકેટ લેનાર પ્રથમ બોલર બન્યો છે. તે સાથે જ તે ટૂર્નામેન્ટમાં 5 વિકેટ લેનાર સૌથી યુવા ખેલાડી બન્યો છે. જયારે બાંગ્લાદેશ શાકિબ અલ હસને ટૂર્નામેન્ટમાં પોતાની સાતમી ફિફટી ફટકારી હતી. આ સાથે જ તેણે વર્લ્ડ કપની એક જ આવૃત્તિમાં સૌથી વધુ ફિફટી ફટકારવાના સચિન તેંડુલકરના રેકોર્ડની બરોબરી કરી છે. તે ઉપરાંત આ ટૂર્નામેન્ટમાં 600 રન કરનાર પ્રથમ બેટ્સમેન બન્યો હતો.

316 રનનો પીછો કરતા બાંગ્લાદેશ 44.1 ઓવરમાં 221 રનમાં ઓલઆઉટ થયું હતું. તેમના માટે ઈન ફોર્મ શાકિબ અલ હસને 64 રન કર્યા હતા. તેના સિવાય અન્ય કોઈ બેટ્સમેન પ્રભાવ પાડી શક્યો ન હતો. પાકિસ્તાને 5મા ક્રમે અને બાંગ્લાદેશે 7મા ક્રમે લીગ સ્ટેજ સમાપ્ત કર્યું છે. બંનેના 9 મેચમાં અનુક્રમે 11 અને 7 પોઇન્ટ છે.

 

Cricket Score

WhatsApp Registraltion

Close