સેન્સેક્સમાં 665 અને નિફ્ટીમાં 205 પોઈન્ટનો ઘટાડો

Date:2019-07-08 12:28:17

Published By:Jay

મુંબઈઃ શેર બજારમાં તેજ ઘટાડો જોવા મળ્યો છે. સેન્સેક્સ 665 પોઈન્ટ ઘટીને 38,848.54ની સપાટીએ પહોંચી ગયો છે. નિફ્ટીમાં 205 પોઈન્ટના ઘટાડો નોંધાયો છે. નિફ્ટીએ 11,605.75ના નીચલા સ્તરે પહોંચ્યો છે. સેન્સેક્સના 30માંથી 25 અને નિફ્ટીના 50માંથી 44 શેર્સમાં નુકસાન જોવા મળી રહ્યું છે. વિશ્લેષકોનું માનવું છે કે બજેટની જાહેરાતો કદાચ રોકાણકારોને પસંદ આવી નથી. તો વિદેશ બજારમાં આજે વેચવાલીનું જો રહેતાં ભારતીય બજારમાં તેની અસર જોવા મળી રહી છે.

પીએનબીએ શનિવારે જણાવ્યું કે ભૂષણ પાવર એન્ડ સ્ટીલના 3800 કરોડ રૂપિયાના ફ્રોડની જાણ થઈ છે. આરબીઆઈને આ અંગેની જાણકારી આપવામાં આવી છે. માનવામાં આવે છે કે ફ્રોડની જાણકારી સામે આવવાને કારણે શેર્સમાં વેચવાલી જોવા મળી રહી છે. સોમવારે સપ્તાહના પ્રથમ દિવસે શેરમાં 10%નો કડાકો જોવા મળી રહ્યો છે. 

Cricket Score

WhatsApp Registraltion

Close