રોહિત શર્મા બીજા સ્થાને પહોંચ્યો, વિરાટ કોહલી પ્રથમ સ્થાને તેનાથી 6 પોઇન્ટ આગળ

Date:2019-07-08 17:10:47

Published By:Jay

નવી દિલ્હી-ભારતીય કેપ્ટન વિરાટ કોહલી 891 પોઇન્ટ સાથે આઈસીસી બેટ્સમેન વનડે રેન્કિંગમાં પ્રથમ સ્થાને વિરાજમાન છે. જોકે ઉપક્પ્તાન રોહિત શર્મા તેનાથી માત્ર 6 પોઇન્ટ પાછળ છે. રોહિત માટે આ વર્લ્ડ કપ યાદગાર રહ્યો છે. તેણે 8 ઇનિંગ્સમાં 5 સદી સહિત 92.42ની એવરેજથી 647 રન કર્યા છે. વર્લ્ડ કપ શરૂ થયો તે પહેલા કોહલી અને રોહિત વચ્ચે 51 પોઇન્ટનો અંતર હતો. પર્પલ પેચમાં ચાલતા રોહિતે 8 મેચમાં કોહલી કરતાં 45 પોઇન્ટ વધુ મેળવ્યા છે અને વધુ એક સારી ઇનિંગ્સ તેને વર્લ્ડનો નંબર 1 બેટ્સમેન બનાવી દેશે.

પાકિસ્તાનનો બાબર આઝમ ત્રીજા સ્થાન છે, જયારે દક્ષિણ આફ્રિકાનો કેપ્ટન ફાફ ડુ પ્લેસીસ ચોથા સ્થાને છે. ન્યૂઝીલેન્ડનો રોસ ટેલર જે વર્લ્ડ કપ પહેલા ત્રીજા સ્થાને હતો તે પાંચમા ક્રમે આવી ગયો છે. જયારે ટેલરનો કેપ્ટન કેન વિલિયમ્સન 4 સ્થાનના ફાયદા સાથે 8મા ક્રમે છે.

એક વર્ષ ઇન્ટરનેશનલ ક્રિકેટથી દૂર રહેનાર ડેવિડ વોર્નરનો ફરીથી ટોપ-10 બેટ્સમેનમાં સમાવેશ થયો છે. તેણે 9 મેચમાં 79.75ની એવરેજથી 638 રન કર્યા છે. ટૂર્નામેન્ટમાં સેકન્ડ હાઈએસ્ટ રન સ્કોરર વોર્નર છઠા ક્રમે છે.

 

Cricket Score

WhatsApp Registraltion

Close