ઈરાને યુરેનિયમ સંવર્ધનની નિર્ધારીત સીમાને તોડી

Date:2019-07-09 11:29:45

Published By:Jay

તેહરાન: ઈરાને સોમવારે 2015માં થયેલા પરમાણુ કરારનો તોડી નાખ્યો છે. સંયુક્ત રાષ્ટ્રની પરમાણુ દેખરેખ માટેની સંસ્થા આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સી(આઇએઇએ)એ ખાતરી કરી છે કે ઈરાન કરારથી વધારે યુરેનિયમનું સંવર્ધન કરી રહ્યું છે. ફ્રાંસે આ તણાવને દૂર કરવા માટે પોતાનો એક પ્રતિનિધિ મોકલવાનો નિર્ણય કર્યો છે.

ઈરાને યુરોપીય દેશોને પ્રતિબંધોમાં રાહત અને કરારને આગળ વધારવા માટે 60 દિવસનો સમય આપ્યો હતો જે 7 જુલાઇના ખતમ થઇ ગયો. ઈરાને કહ્યું હતું કે હવે અમે નિર્ધારીત 3.7 ટકાની લિમિટથી વધારે યુરેનિયમ સંવર્ધન કરીશું. અમેરિકા 2018માં એકતરફી પરમાણુ કરારથી અલગ થઇ ગયું હતું. ત્યારબાદ ઈરાન પર કડક પ્રતિબંધ લગાવી દીધા હતાં.

ચીન, રશિયા અને કરારમાં સામેલ અન્ય દેશોએ ઈરાનના આ નિર્ણય માટે અમેરિકાને દોષિત ઠેરવ્યો છે. ચીને અમેરિકા પર એકતરફી કાર્યવાહીનો આરોપ લગાવ્યો . સાથે કહ્યું કે અમેરિકાના લીધે વૈશ્વિક સંકટ પેદા થઇ શકે છે. અમેરિકા તરફથી ઈરાન પર જે દબાણ હમણા થયું છે તે આ સંકટનું મુખ્ય કારણ છે.

વ્હાઇટ હાઉસ તરફથી જાહેર નિવેદન પ્રમાણે ઈરાનના આ પગલા બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમૈનુએલ મેક્રોંથી વાત કરી. બન્ને નેતા એ ખાતરી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે કે ઇરાન પરમાણુ હથિયાર બનાવવા પર જોર નથી આપી રહ્યું.

આ મુદ્દાને લઇને મૈક્રોએ શનિવારે ઈરાનના રાષ્ટ્રપતિ હસન રૂહાની સાથે એક કલાક સુધી ફોન પર વાત કરી હતી. તેમણે કહ્યું કે તેઓ ઈરાન અને પશ્વિમી દેશો વચ્ચે 15 જુલાઇ સુધી ફરીથી વાતચીત કરવાના પ્રયાસોમાં લાગ્યું છે. ફ્રાંસના પ્રતિનિધિ આ મામલે ચર્ચા માટે ઈરાન પણ જશે.

એટોમિક એનર્જી ઓર્ગેનાઇઝેશન ઓફ ઈરાન(એઇઓઆઇ)ના પ્રવક્તા બહરોજ કમાલવંડીએ કહ્યું કે ઇરાનનું યુરેનિયમ સંવર્ધન 4.5 ટકા પાર પહોંચી ગયું છે. કમાલવંડીએ રવિવારે કહ્યું હતું કે ઈરાનને તેના બશર ન્યૂક્લિયર પાવર પ્લાંટ માટે 5 ટકા યુરેનિયમ સંવર્ધનની જરૂરત છે અને તેહરાન રિસર્ચ રિએક્ટર માટે 20 ટકાની જરૂરિયા છે.

 

Cricket Score

WhatsApp Registraltion

Close