રખાઇનનો બાંગ્લાદેશમાં વિલય મંજૂર નહીં, વિસ્તારમાં આગ ફેલાઇ શકે- શેખ હસીના

Date:2019-07-09 15:04:19

Published By:Jay

ઢાકા: બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાએ અમેરિકી સાંસદના એ પ્રસ્તાવની આલોચના કરી છે જેમાં તેમણે મ્યનમારના અશાંત પ્રાંત રખાઇનના વિલયની વાત કરી હતી. સાંસદે રખાઇનના બાંગ્લાદેશમાં વિલય કરવાની વાત કરી હતી. હસીનાએ તેને અસ્વીકાર્ય જણાવી કહ્યું કે આ ક્ષેત્રમાં આગ ફેલાવવાનો પ્રયાસ.

એશિયા પેસિફિકની ઉપ સમિતીના અધ્યક્ષ બ્રેડલે શર્મને દક્ષિણ એશિયા માટે બજેટ પર સુનાવણી દરમિયાન 13 જૂનના આ પ્રસ્તાવ રાખ્યો હતો. તેમનું માનવું હતું કે મ્યનમારના લાખો રોહિંગ્યા પાડોશી દેશમાં શરણ લઇ ચૂક્યા છે. એવામાં રખાઇનનો બાંગ્લાદેશમાં વિલય કરવો યોગ્ય નિર્ણય રહેશે.

'રખાઇનમાં ઉગ્રવાદ અને અશાંતિનો માહોલ'

હસીનાએ કહ્યું, 'તેમને એક સ્વતંત્ર દેશની અંદર સમસ્યાઓ પેદા કરવાનો કોઇ અધિકાર નથી. જે મુદ્દાને તેમણે ઉઠાવ્યો છે તે હકીકતમાં પહેલાથી જ જ્વલંત બનેલો છે. તે ક્ષેત્રમાં શાંતિ નથી. ત્યાં ઉગ્રવાદ અને અશાંતિનો માહોલ છે. અમે ત્યાં શાંતિ સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ પરંતુ તેઓ આગ ફેલાવવાની કોશિષ કરે છે. આ સ્વીકાર્ય નથી. અમારી સરકાર વિલયની અનુમતિ નહીં આપે. બાંગ્લાદેશ મ્યનમારના સાર્વભૌમત્વનું સન્માન કરે છે. તેમની સરકાર ક્યારેય પણ વિલયની અનુમતિ નહીં આપે. અમારી પોતાની સીમા છે અને તેમાં અમે ખુશ છીએ. કોઇ ક્ષેત્રના અમારા દેશમાં વિલયના પ્રસ્તાવનો અમે પૂર્ણ રીતે વિરોધ કરીએ છીએ. '

શેખ હસીના હાલમાંજ ચીનની યાત્રાથી પરત ફર્યાં છે. તેમણે ચીનના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરીને રોહિંગ્યા મામલાને નિપટાવવાનો અનુરોધ કર્યો હતો.

 

 

Cricket Score

WhatsApp Registraltion

Close