કરાચીમાં ન્યૂઝ એંકર અને તેના દોસ્તની હત્યા

Date:2019-07-10 13:04:47

Published By:Jay

કરાચી : પાકિસ્તાનમાં ન્યૂઝ ચેનલના એક એંકરની મંગળવારે રાતે ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી. મૃતક મુરીદ અબ્બાસનો કરાચીના ખૈબન-એ-બુખારી ક્ષેત્રમાં કેફે પાસે એક વ્યક્તિ સાથે વિવાદ થઇ ગયો હતો. ત્યારબાદ તે વ્યક્તિએ મુરીદને ગોળી મારી દીધી. મુરીદને તુરંત હોસ્પિટલ લઇ જવામાં આવ્યો જ્યાં તેનું મૃત્યુ થઇ ગયું. તે બોલ ન્યૂઝ ચેનલમાં એંકર હતો. હુમલાખોરે પોતાને પણ ગોળી મારી જે હમણા ઘાયલ છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપીની ઓળખ આતિફ જમાં તરીકે થઇ છે. સુરક્ષાદળો તેની ધરપકડ કરવા ઘર પર પહોંચ્યા હતા તો ત્યાં તેણે પોતાને ગોળી મારી દીધી. અત્યારે તેને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો છે જ્યાં તેની હાલત ગંભીર છે. આરોપીની છાતીમાં ગોળી વાગી હતી.

પોલીસ અધિકારીએ જણાવ્યું કે મુરીદનો તેની સાથે કોઇ બાબતે વિવાદ થયો હતો. ત્યારબાદ તે કારમાં આવ્યો અને એંકર પર ખુલેઆમ ફાયરીંગ કરી દીધું. મુરીદને પેટ અને છાતીમાં બે ગોળી વાગી હતી. ડીઆઇજી(દક્ષિણ) શરજીલ ખરાલે જણાવ્યું કે અબ્બાસે તેના મિત્રોને આ ઘટનાની માહિતી આપી. એંકરનો કોઇ વ્યક્તિ સાથે પૈસાને લઇને વિવાદ હતો. તેમણે જણાવ્યું કે આ ઘટનામાં અબ્બાસના દોસ્ત ખિજ્ર હયાતને પણ બે ગોળી વાગી. ખિજ્રને હોસ્પિટલ લઇ જવાયો જ્યાં તેનું મૃત્યુ થયુ.

પાકિસ્તાન પીપુલ્સ પાર્ટીના અધ્યક્ષ બિલાવલ ભુટ્ટોએ એંકરની મોત પર દુખ વ્યક્ત કર્યું અને ઘટનાની નિંદા કરી. ભુટ્ટોએ સિંધ સરકાર પાસે આ મામલે કાર્યવાહી કરવા અને આરોપીની ધરપકડની માગ કરી. મુરીદની પત્ની જારા અબ્બાસ પણ ન્યૂઝ એંકર છે. જારાએ કહ્યું કે હુમલાખોર આતિફ મુરીદનો બિઝનેસ પાર્ટનર હતો. બન્ને વચ્ચે કોઇ વાતને લઇને વિવાદ થયો હશે.

 

Cricket Score

WhatsApp Registraltion

Close